By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

Editor
Last updated: 2026/03/19 at 2:57 PM
2 hours ago
Share
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
SHARE

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 

ગુજરાતી સાહિત્યની સંગીતની એક યાદગાર રચનામાં એક સુંદર વાત કરી છે,

‘તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતિ. ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી.’

 

આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કારણ કે આવા જ ખમીરવંતા મોટા મનના માનવીની વાત મારે તમને અત્યારે કહેવી છે વાત ઘણી નાનકડી છે. કદાચ કોઈ એને અવગણી પણ નાખે પણ દીર્ઘદ્રષ્ટિથી જોઈએ તો ખરેખર આ પ્રેરણા લેવા જેવો પ્રસંગ.

 

નાના બાળકોના નાનકડા શોખ એટલે જાતજાતના રમકડા થી રમવુ અને વાહનમાં ચક્કર મારવુ. કોઈ આત્મીય જનની ઘરે ગયા હોઈએ અને ત્યાંથી નીકળતી વખતે નાનું બાળક તોતડા અવાજમાં બોલે છે,    ‘ચક્કલ માલવુ છે.’ બાળકની આ નિર્દોષ માગણી સહર્ષ સ્વીકારી બાળકને ચક્કર મરાવી આપણે પણ મનમાં આનંદની લહેરખી અનુભવીએ છીએ.

બાળકને ચકરડીમાં બેસવુ પણ ખુબ ગમે. વિમાન, ગાડી જેવા અનેક પ્રકારના અલગ અલગ આકારવાળી ચકરડીઓ બાળકને સહજ આકર્ષે છે, અને તેમાંથી આવતા જાતજાતના અવાજથી બાળક આશ્ચર્યચકિત થઈ જાય છે. ચકરડીમાં બેસી અવર્ણનીય આનંદ અનુભવી બાળકનો ચહેરો ખીલી ઉઠે છે. પછી તો એવુ પણ બને કે ચકરડી નો અવાજ સાંભળી બાળક ઘરમાંથી બહાર દોડી આવવાની ઈચ્છા પણ કરે. અને હવે તો અલગ અલગ જગ્યાએ ચકરડીઓ પણ ગોઠવાયેલી જ રહે છે, જેથી બાળકને ઘરથી બહાર નીકળ્યા હોય તો પણ આ આનંદ મેળવવાની મજા આવે છે.

હું આ એક સત્ય ઘટના વિષે વાત કહી રહી છું, એ થોડા સમય પહેલાની વાત છે. ત્યારે પણ આવી જ રીતે પોતાની માતા સાથે ઘરની બહાર એકાદ વર્ષની નાનકડી ઢીંગલી નામે ખુશી ચકરડી પ્રતિ આકર્ષાઈ અને પોતાના નાનકડા હાથ ચકરડી તરફ ફેલાવ્યા. ‘અરે દાદા આ તરફ આવો ને.’ ખુશીના મમ્મી માનસી બેને ચકરડી વાળા જૈફ વયના દાદાને બોલાવ્યા. આખા દિવસના થાક પછી પોતાના ઘર તરફ જતા એ દાદા શેરીમાં વળ્યા અને ખુશીના ઘર સામે આવીને ઊભા રહ્યા. ક્ષણ બે ક્ષણ ખુશી ચકરડી સામે અને જૈફ વયના દાદા સામે જોઈ રહી. માનસી બેને હળવેથી ખુશીને ચક્કરડીમાં બેસાડી, અને દાદાએ ચકરડી ફેરવવાની શરૂઆત કરી. ‘અરે વાહ! તુ તો પ્લેનમાં બેઠી ઢીંગલી!’ રમતિયાળ ખુશી અમારા પાડોશમાં રહેતી અને તેની સાથે અમે લોકો પણ ઘણીવાર રમતા. ખુશી ચકરડીમાં બેઠી ત્યારે અમે પણ ત્યાં હતા.

એકાદ ચક્કર માર્યા બાદ ખુશીના ચહેરા પરની ખુશી કંઈક અદ્રશ્ય થવા લાગી. એમ લાગ્યુ હમણાં રડી પડશે. અને બન્યુ પણ એવુ જ. તેણે પોતાના નાનકડા હાથ માનસી બેન તરફ લંબાવી દીધા અને ચકરડીમાં વધુ ન બેઠી. પછી તો ફરી બેસાડવાનો પ્રયત્ન પણ વ્યર્થ ગયો. આ તો બાળક એના મનનું કોઈ થોડું નક્કી હોય કે ક્યારે હર્ષ અનુભવે અને ક્યારે રિસાઈ જાય! ચકરડીમાં બેસવા માટે ફરી પ્રયત્ન કર્યો, તો ખુશીએ  વિરોધ સાથે ચીસ પાડી અને માનસી બેને ચકરડીનો વિચાર પડતો મુક્યો. “દાદા કેટલા પૈસા થયા?”  માનસીબેને એ ભાઈને પૂછ્યુ. “અરે કંઈ નહીં બેન. આટલામાં શું?!” એ દાદાએ લાગણી નીતરતી આંખે ખુશી સામે જોયુ અને બોલ્યા. માનસી બેન ના વારંવાર ના આગ્રહ પછી પણ તેમણે પૈસા ન જ લીધા. “તમે તો સીધા ઘરે જતા હતા. તમારે ખાસ આ તરફ આવવુ પડ્યુ, આટલી વાર સુધી તમે ખોટી થયા. તમારે પૈસા લઈ લેવા જોઈએ. કેટલા પૈસા થયા એ તો કહો.” “મારે પૈસા નથી લેવા.” કહી પોતાની ચકરડીની રેકડી લઈ એ ભાઈ આગળ ચાલવા લાગ્યા અમે બધાએ ઘટનાના સાક્ષી બની રહ્યા. હજી પણ દુનિયામાં માત્ર પૈસાને જ મહત્વ આપનાર નહીં, લાગણીને પણ મહત્વ આપનાર વ્યક્તિઓ છે.

 

અને ત્યારે મને વિચાર આવ્યો, કે  આપણી આજુબાજુ આવા ખમીરવંતા લોકો કેટલા બધા હોય છે. આ તો એક વ્યક્તિ અને એનો પરિચય આપણને મળ્યો. બાકી આપણે આવા ઘણા બધા લોકો આપણી આજુબાજુ જ જોતા હોઈએ છીએ. તો આપણે આપણા બાળકોને આવા ખમીરવંતા લોકોનો પરિચય કરાવો જોઈએ કે નહીં? તમારુ શું કહેવુ છે મિત્રો?

ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર

એમ.ડી.(હોમીયોપેથી)

કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.

 

 

You Might Also Like

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી
રાજકોટ

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

Editor By Editor 6 days ago
 રાજકોટ ડિવિઝનના હાપા યાર્ડમાં ₹35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?