- ઇન્ડોનેશિયન કોસ્ટ ગાર્ડે ચીની રિસર્ચ શીપ જિયાંગ યાંગ હોંગ 03 ને અટકાવ્યું
- જહાજનું ઓટોમેટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ટ્રાન્સપોન્ડર થયું હતું બંધ
- આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા મુજબ ટ્રાન્સપોન્ડર એક્ટિવ હોવું જરૂરી
માલદીવના સ્થાનિક મીડિયાએ રવિવારે દાવો કર્યો હતો કે ઇન્ડોનેશિયન કોસ્ટ ગાર્ડે રાજધાની માલે જઈ રહેલા ચીની રિસર્ચ શીપને અટકાવ્યું હતું. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે જહાજનું ઓટોમેટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ટ્રાન્સપોન્ડર બંધ થઈ ગયું હતું. ઇન્ડોનેશિયન ઓથોરીટીએ આ પગલું તેવા સમયે ઉઠાવ્યું છે જ્યારે દેશની દરિયાઈ સીમા માંથી પસાર થતાં ચીની જહાયહે 8-12 જાન્યુઆરી દરમિયાન ત્રણ વખત પોતાનું ટ્રાન્સપોન્ડર બંધ કરી દીધું હતું.
રિપોર્ટસો કહેવામાં આવ્યું છે કે યુએસ નેવલ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર ચીનના સરકારી જહાજ જિયાંગ યાંગ હોંગ 03ને ઈન્ડોનેશિયાના તટ રક્ષક દળોએ 11 જાન્યુઆરીના રોજ સુંડા સ્ટ્રેટ વિસ્તારમાં અટકાવવામાં આવ્યું હતું. જહાજના ક્રૂએ ટ્રાન્સપોન્ડરને સક્રિય કરવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે તૂટી ગયું છે અને તે ફરીથી ચાલુ કરી શકાય તેમ નથી.
ઓટોમેટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ટ્રાન્સપોન્ડરને જહાજોમી એટલા માટે લગાવવામાં આવે છે જેથી બાકી અન્ય જહાજો અને દરિયાકાંઠાના સત્તાવાળાઓને જહાજની સ્થિતિ અને તેની ઓળખ અને અન્ય જાણકારી સ્વયં મળી શકે.
ચીની જહાજે બંધ કરી દીધું હતું ટ્રાન્સપોન્ડર
એક મીડિયા અહેવાલ મુજબ, ICGએ ચીની જહાજ પર ચઢવાનો પ્રયાસ નહોતો કર્યો પરંતુ તેને ઈન્ડોનેશિયાના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની બહાર નીકળી જવા માટે કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા અનુસાર ઈન્ડોનેશિયાની દરિયાઈ સીમા માંથી પસાર થતા તમામ જહાજો ઉપર ટ્રાન્સપોન્ડર હોવા અને તે કામ કરતાં હોવા જરૂરી છે.
માલદીવના મીડિયાએ જણાવ્યું છે કે દરિયાઈ પરિવહન પર નજર રાખતી સાઇટ્સએ છેલ્લે 22 જાન્યુઆરીના રોજ જણાવ્યું હતું કે ચીની જહાજ જાવા સાગરમાં જ છે પરંતુ હાલ તે ક્યાં છી તેનો ખ્યાલ નથી.


