- નાગપુરના યુવાને બનાવ્યું અયોધ્યા રામ મંદિર
- યુવાને રામ મંદિરની 11 ફૂટની પ્રતિકૃતિ બનાવી
- ઈન્ટરનેટ દ્વારા ડિઝાઈન મળતા આવ્યો વિચાર
નાગપુરના એક સિવિલ એન્જિનિયરે પોતાના ઘરની બહાર રામ મંદિરની 11 ફૂટની પ્રતિકૃતિ બનાવી છે. તેણે જણાવ્યું કે તેને ઈન્ટરનેટ દ્વારા ડિઝાઈન મળી છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં એક સિવિલ એન્જિનિયરે પોતાના ઘરની બહાર અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. એન્જિનિયર પ્રફુલ્લ માટેગાંવકરે જણાવ્યું કે તેમને ઈન્ટરનેટ પર મંદિરની ડિઝાઈન મળી, જેના દ્વારા તેમણે 11 ફૂટનું રામ મંદિર બનાવ્યું છે.
ઘરમાં રામ મંદિર બનાવ્યું
આ અદ્ભુત કારીગરી નાગપુરના સિવિલ એન્જિનિયર પ્રફુલ્લ માટેગાંવકરે કરી છે. પ્રફુલ્લ માટેગાંવકરે પોતાના ઘરે અયોધ્યાના રામ મંદિરની 11 ફૂટની પ્રતિકૃતિ બનાવી છે. જેણે દર્શકોને ચોંકાવી દીધા છે. ખરેખર, પ્રફુલ્લ માટેગાંવકર દ્વારા બનાવવામાં આવેલ આ મંદિર હુ બહુ અયોધ્યા રામ મંદિર જેવું જ લાગે છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો પ્રફુલ્લની અનોખી કારીગરીનાં વખાણ કરી રહ્યાં છે.
રામ મંદિર બનાવાનું કામકાજ દિવાળીથી શરૂ
આ મંદિર બનાવનાર પ્રફુલ્લ માટેગાંવકરે કહ્યું, ‘મને ઈન્ટરનેટ પર ડિઝાઇન માટે રામ મંદિરના ઘણા સ્વરૂપો મળ્યા. સિવિલ એન્જિનિયર તરીકે, મેં તે બધાનો અભ્યાસ કર્યો. પછી મેં ગ્રાફિકલ ડ્રોઇંગ બનાવ્યું અને આ સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વિચાર્યું. ગયા વર્ષે દિવાળી પહેલા આ પ્રક્રિયા શરૂ થઈ હતી.


