- મહિલા પાસે બીભત્સ માગણી કરતા એટ્રોસિટી દાખલ થઈ
- એટ્રોસીટી સહિતની કલમો સાથે ગુનો દાખલ
- મહિલાએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
ગરુડેશ્વર સરકારી દવાખાના માં ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. મનોજ મિશ્રાનાં દીકરાએ એક મહિલા સાથે બિભત્સ માંગણી કરતા મહિલાએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસારમહિલાએ આપેલ ફરીયાદ મુજબ ગરુડેશ્વર-કેવડીયા હાઈવે પર બ્રધર્સ ટી પોઈન્ટ નામની દુકાનમાં ચા બનાવતા હતા તે વખતે સુભમ મિશ્રા તેની એક્ટીવા લઈને તેના મિત્ર સાથે દુકાન પર નશાની હાલતમાં જઈ મહિલા પાસે પાણીની બોટલ માંગી દુકાનેથી દુર જઈ થોડીવાર બાદ ફરી તેમની દુકાન પાસે આવી દુકાનમાં પ્રવેશ કરી જાતિય બિભત્સ માંગણી કરી જાતિવાચક અપમાનિત શબ્દો ઉચ્ચારી મારી નાખવાની ધમકી આપી હતી. સિક્યુરીટી ગાર્ડ સમજાવવા જતાં ઝપાઝપી કરી હતી. તે દરમ્યાન મહિલાનાં પતિ આવી જતાં પતિ સાથે ઝપાઝપી કરી ગુન્હો કરતા ગરુડેશ્વર પોલીસે સરકારી દવાખાનાનાં ડોકટર મનોજ મિશ્રાનાં પુત્ર શુભમ વિરૂદ્ધ એટ્રોસીટી સહિતની કલમો સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


