વંથલીના સામાજિક કાર્યકર અજયકુમાર વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઇ રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરીયાદ નોધાવી છે.
ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા. ૨૯ માર્ચે ગોંડલ નજીકના સેમાળા ખાતે ક્ષત્રિયોના સંમેલનમાં રૂપાલા હાજર રહ્યા હતા અને તેમના નિવેદન બદલ ક્ષત્રિય સમાજને જાહેર માફી માંગી હતી. આ સંમેલનમાં રૂપાલાએ નિવેદન આપ્યું હતું. કે રાજકોટમાં તેઓ દલીત સમાજના કાર્યક્રમમાં ગયા હતા. અજયકુમાર વાણવીએ વધુમાં જણાવ્યું છે કે, રૂપાલાએ ઉપરોક્ત કાર્યક્રમમાં કોઇ કામનો ન હતો પોતે ત્યાં પહોંચી ગયા હતા. તેમ જણાવ્યું હતું. વાસ્તવમાં આ કાર્યક્રમ દલિતોનો ભજન કાર્યક્રમ હતો. તેમાં પોતે પહોંચી ગયા હતા તેમ બોલવું દલિતો પ્રત્યેની રૂપાલાની માનસિકતા દર્શાવે છે.
વાણવીએ આક્ષેપ કર્યો છે કે, ભજનનો કાર્યક્રમ કોઇ કામનો ન હોય તેમ બોલવું એ અન્ય કોમને વ્હાલા થવા દલિતોનું અપમાન કર્યું છે. જાહેર જીવનમાં પોતાની જીભ લપસી નથી. તેમ રૂપાલા કહે છે. તે પણ જુઠાણું છે. ભુતકાળમાં તેમણે દલિતો વિરુધ્ધ નિવેદન આપ્યું છે. જેની લીંક પણ વાણવીએ પોતાની અરજી સાથે સામેલ રાખી છે.


