- પંચમહાલમાં ચાર વર્ષના બાળકનો દોરીએ લીધો ભોગ
- શહેરામાં બોરડી ગામના બાળકને દોરી આવી જતા મોત
- બાળકને સારવાર મળે તે પહેલા જ નિપજ્યુ મોત
ઉત્તરાયણની ઊજવણી કેટલાક લોકોનો ભોગ લઈ રહી છે. પંચહલામાં એક ચાર વર્ષના બાળકને દોરી વાગતાં મોત નીપજ્યું હતું. પતંગની દોરીએ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. બાઈક પર પિતા-પુત્ર જતાં સમયે દોરી વચ્ચે આવી જતાં ચાર વર્ષના બાળકનું મોત થયું છે.
ગળાના ભાગે દોરી વાગતાં મોત
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લના શહેરા ગામના ચાર વર્ષના બાળકને દોરી વાગતા મોત નીપજ્યું છે. પંચમહાલમાં રહેતા પરિવારના પિતા-પુત્ર બાઈક પર સવાર હતા તે સમયે અચાનક દોરી વચ્ચે આવી જતાં બંને ગંભીર રીતે ઘાયલ થયાં હતા. ચાર વર્ષના બાળકને ગળાના ભાગે પતંગની દોરી આવી જતા મોત નિપજ્યું હતું.
પિતા-પુત્ર બાઈક પર ઘરે જઈ રહ્યાં હતા
શહેરા તાલુકાના બોરડી ગામના ચાર વર્ષીય બાળક તરૂણ માછીને ગળાના ભાગે દોરી આવી જતા મોત નિપજ્યું. ચાર વર્ષીય બાળક તરુણ તેના પિતા કેતન માછીની સાથે બાઈક પર બોરડી ખાતે તેના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ખારોલ રાબડીયાની વચ્ચે દોરી આવી જતા મોત નિપજ્યું ચાર વર્ષીય બાળકને ગળાના ભાગે પતંગના દોરાથી ગંભીર ઇજા થઇ હોવાથી સારવાર મળે તે પહેલા મોત થયું હતું.


