- 11 નવેમ્બરે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે
- પાકિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ
- પાકિસ્તાની કેપ્ટનનો મેચ પહેલા કુલ અંદાજ જોવા મળ્યો
પાકિસ્તાન તેની આગામી મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. તે સાથે જ પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો વાળી મેચ છે. કરો યા મરોની સ્થિતિમાં જ્યા એક તરફ કેપ્ટન બાબર આઝામ ગોલ્ફ રમી રહ્યા છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનના ચાર દિગ્ગજ ખેલાડીઓ હોસ્પિટલ પહોંચ્યા છે.
કરો યા મરોની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈડન ગાર્ડન ખાતે ઈંગ્લેન્ડ સામેની નિર્ણાયક મેચ પહેલા રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબમાં ગોલ્ફ રમતા જોવા મળ્યો. પાકિસ્તાનની સ્થિતિ હાલ પોઈન્ટ ટેબલમાં ખૂબ જ ખરાબ છે. તેની વચ્ચે પાકિસ્તાની કેપ્ટન બાબર ગોલ્ફનો આનંદ માણતા જોવા મળ્યો હતો.
પાકિસ્તાનના 4 ખેલાડીઓ પહોંચ્યા હોસ્પિટલ
પાકિસ્તાન હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. જો પાકિસ્તાન કરો યા મરો મેચમાં ઈંગ્લેન્ડને હરાવવામાં સફળ થાય છે, તો તેની સેમિફાઈનલમાં પહોંચવાની સંભાવના ઘણી વધી જશે. ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ચાર સ્ટાર ખેલાડીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. આમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફનું પણ મોટું નામ છે. એવી અટકળો છે કે હરિસ રઉફ આગામી મેચમાંથી બહાર રહી શકે છે.
કરો યા મરો સ્થિતિ ઓલરાઉન્ડ ખેલાડી બહાર થશે?
માહિતી અનુસાર, પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફને છાતીમાં દુખાવો છે. આવી સ્થિતિમાં તેમના માટે આગામી મેચ રમવી મુશ્કેલ બની રહી છે. હારીસ રઉફ ઉપરાંત ફખર જમાન, મોહમ્મદ વસીમ જુનિયર અને જમાલ ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે હરિસ રઉફ સિવાય અન્ય ત્રણ ખેલાડીઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ચિંતા કરવાની કોઈ વાત નથી, પણ હારીસ રઉફને ઈજા છે. આવી કરો યા મરો મેચમાં હરિસનું ન રમવું પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
પાકિસ્તાન સેમિફાઇનલમાં કેવી રીતે પહોંચશે?
તમને જણાવી દઈએ કે પાકિસ્તાને અત્યાર સુધી વર્લ્ડ કપની 8માંથી 4 મેચ જીતી છે અને વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પાકિસ્તાનની આગામી મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે થવાની છે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે તો તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે. જો કે પાકિસ્તાનની સેમીફાઈનલની રમત પણ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ પર નિર્ભર રહેશે. પાકિસ્તાની ફેન્સ ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા કોઈક રીતે હરિસ રઉફ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરતા હશે.


