- 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં બોલ્યા નીતિ આયોગના સીઇઓ
- ભારત 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે: સુબ્રમણ્યમ
- અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બીવીઆર સુબ્રમણ્યમે બુધવારે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત’ માત્ર એક સ્વપ્ન નથી પરંતુ એક સંભાવના છે અને મોટાભાગના અનુમાન મુજબ, ભારત 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે.
10માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંબોધન કરતાં બીવીઆર સુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું હતું કે ભારત અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ મોટી ચાંલ્લાનગ મારવાની સ્થિતિમાં છે. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત માત્ર એક સ્વપ્ન નથી પરંતુ એક સંભાવના પણ છે. ભારતને 2047 સુધી 30 લાખ કરોડ ડોલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર કરશે.
સુબ્રમણ્યમે કહ્યું કે મોટાભાગના અનુમાનો મુજબ, ભારત 2047 સુધી 30 લાખ કરોડની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે જો તમામ રાજ્યો વિકસિત બની જાય છે તો રાષ્ટ્ર પણ વિકસિત બની જશે. નીતિ આયોગના સીઇઓએ કહ્યું કે ભારતમાં ભૌતિક અને ડિજિટલ માળખામાં મોત પ્રમાણમાં વિસ્તાર થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અન્ય વિકાસ કરી રહેલી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. 2023માં નીતિ આયોગને 10 ક્ષેત્રીય વિષયોના અભિગમોને વિકસિત ભારત @2047 માટે સંયુક્ત દ્રષ્ટિકોણમાં બદલવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું, વિકસિત ભારત @ 2047 દેશના 100માં સ્વતંત્રતા દિવસ એટલે કે 2047 સુધી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો દ્રષ્ટિકોણ છે.
આ દ્રષ્ટિએ આર્થિક વિકાસ. સામાજિક પ્રગતિ, પર્યાવરણીય સ્થિરતા અને સુશાસન સહિત વિકાસના જુદા જુદા પાસાઓને સામેલ કરવામાં આવ્યા છે. હાલ, અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બહરતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર (GDP) ચાલુ નાણાકીય વર્ષમાં 7.3% રહેવાનું અનુમાન છે જે નાણાકીય વર્ષ 2022-23માં 7.2%થી વધુ રહ્યો હતો.


