- પાંડેસરામાં સિદ્ધાર્થ નગર નગર નજીકનો બનાવ
- બાળકી ઘર નજીક રમતા રમતા થઈ હતી ગુમ
- ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની વાડીમાંથી મળી બાળકી
રાજ્યમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. જેના કારણે નાની માસૂમ બાળકીનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતમાં બનેલા બાળકોથી લઈને વૃદ્ધો સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાન હુમલો કરીને ઉઠાવી ગયું હતું. ગુમ થઈ ગયેલી બાળકીને પરિવાર શોધખોળ કરતા ઝાડી ઝંખરામાંથી બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી.
જે પછી સિવિલ હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં કાળુભાઇ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, ત્રણ દીકરા અને એક દીકરી હતી. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની દીકરી આજે સાંજે ઘર બહાર રમતા રમતા ગુમ થઈ ગઈ હતી.
આ પછી પરિવારે તાત્કાલિક કામ પર ગયેલા પિતાને બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા એકની એક દીકરી શોધખોળ દરમિયાન નજીકમાં આવેલી એક વાડીમાં ઝાડી ઝાંખરામાંથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.
તેમજ તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. છેલ્લા થોડાં દિવસોથી સતત શહેરમાં રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે.


