- પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું
- જગત મંદિર બહાર અજાણ્યા શખ્સે ઉડાવ્યું ડ્રોન
- જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ
જગત મંદિર આસપાસ ડ્રોન ઉડતું દેખાયુ છે. જેમાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયુ છે. તેમાં જગત મંદિર બહાર અજાણ્યા શખ્સે ડ્રોન ઉડાવ્યું હતુ. ત્યારે કોની મંજૂરીથી ઉડાવવામાં આવ્યું ડ્રોન ? તથા જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ છે.
યાત્રાધામ દ્વારકા જગત મંદિર બહાર ડ્રોન કેમેરો ઉડતા નજરે પડ્યો
યાત્રાધામ દ્વારકા જગત મંદિર બહાર ડ્રોન કેમેરો ઉડતા નજરે પડ્યો છે. દ્વારકાધીશ જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ હોય છે. જેમાં ડ્રોન કેમેરો ઉડાડવા માટે તંત્રની મંજૂરી હોય ત્યારે જ જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરાનું શૂટિંગ થઈ શકે છે. જગત મંદિર બહાર ડ્રોન કેમેરો ઉડતા જગત મંદિર બહાર ફોટોગ્રાફર તેમજ મંદિર બહાર લોકોએ ડ્રોન કેમેરો ઉડતા જોયો છે. જગત મંદિર બહાર ડ્રોન કેમેરો અજાણ્યા શખ્સ દ્વારા ઉડાડવામાં આવ્યું હોય આ ડ્રોન કેમેરાની પરમિશન છે કે કેમ તે મોટા સવાલો ઉઠી રહ્યા છે.
ઘણા ક્ષેત્રોમાં સુરક્ષા હેતુથી ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે
જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા ક્ષેત્રોમાં સુરક્ષા હેતુથી ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તો દેશમાં પણ ડ્રોનથી થતા હુમલા પણ સામે આવ્યા છે. અગાઉ દ્વારકાધીશ મંદિરની સલામતી માટે દ્વારકા ખાતે જિલ્લા પોલીસ વડા અને વિભાગ્ય પોલીસ અધિક્ષક એએસપી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓના સુચનને આવકારી ડ્રોનકેમેરા પર પ્રતિબંધ છે. તેવા દિશાસુચક બેનરો લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઈલેકટ્રીક ઉપકરણનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે
લોક દરબાર પ્રારંભે દ્વારકા પોલીસે ડ્રોન અંગેની વિવિધ તસવીરો તથા તેનો ઉપયોગ અને તેની સલામતી માટે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. બાદમાં આ અંગેની વિસ્તૃત સમજણ આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવેલ કે 1965 માં દુશ્મ દેશ દ્વારા દ્વારકાધીશ મંદિરને ટાર્ગેટ બનાવેલ અને દ્વારકાધીશની કૃપાથી આંચ આવેલ નહીં પરંતુ વર્તમાન યુગમાં ઈલેકટ્રીક ઉપકરણનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે દેશના દુશ્મનો દ્વારા ખુબ વધી ગયો હોય આવા ઉપકરણોથી જગત મંદિરને ટાર્ગેટ ન કરે તે માટે સતત જાગૃતિ રાખવાની રહેશે.


