- ભોગ બનનાર યુવતીએ નુકસાનીના પૈસા માગ્યા
- પૈસા માગતા નશામાં ધૂત યુવતીએ મચાવી ધમાલ
- નશામાં ધૂત યુવતીએ પોતાનું એક્ટિવા સળગાવ્યું
રાજકોટમાં નશામાં ધૂત યુવતીએ અકસ્માત સર્જ્યો છે. જેમાં ભોગ બનનાર યુવતીએ નુકસાનીના પૈસા માગ્યા હતા. પૈસા માગતા નશામાં ધૂત યુવતીએ ધમાલ મચાવી હતી. નશામાં ધૂત યુવતીએ પોતાનું એક્ટિવા સળગાવ્યું હતુ. જાહેરમાં એક્ટિવા સળગાવી યુવતીએ ધમાલ મચાવી હતી. તેમાં વૃંદાવન સોસાયટી રોડ પર આ ઘટના બની હતી.
સ્કૂટરને જાહેરમાં સળગાવી યુવતીએ રોડ પર ધમાલ મચાવી
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાજકોટમાં પોતાના સ્કૂટરને જાહેરમાં સળગાવી યુવતીએ રોડ પર ધમાલ મચાવી છે. શહેરના વૃંદાવન સોસાયટી રોડ પર નશામાં ધૂત બની યુવતીએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભોગ બનનાર યુવતીએ અસ્કમાત સર્જનાર યુવતી પાસે નુકસાનીના પૈસા માંગતા દાતરડા સાથે આંતક મચાવ્યો હતો. તેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે અકસ્માત સર્જનાર યુવતીના આતંકથી ટોળા ઉમટી પડ્યા હતા.
યુવતી નશામાં ભાન ભૂલી હતી અને જાહેરમાં કાયદાનું ચીરહરણ કર્યું
યુવતી નશાની હાલતમાં ટોળાને જોઈ વધુ ઉશેકરાઈ હતી. જેમાં પોતાની જ એક્ટિવાને આગ ચાંપી હતી. અગાઉ વડોદરાને લાન્છન લગાવતી એક ઘટના સામે આવી હતી. જેમાં એક યુવતી નશામાં ભાન ભૂલી હતી અને જાહેરમાં કાયદાનું ચીરહરણ કર્યું હતુ. મોના હિંગુ નામની યુવતી નશામાં વાહન હંકાર્યા બાદ પોલીસકર્મીની સામે થઈ હતી અને બેફામ ભાષાનો પ્રયોગ કર્યો હતો. યુવતી નશામાં એટલી ધૂત હતી કે તેણે પોલીસ સાથે પણ હાથાપાઈ કરી હતી. યુવતીએ નશામાં વાહન હંકારીને અકસ્માત સર્જાયા બાદ લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા આ દરમિયાન યુવતીને પોલીસે પણ શાંતિથી સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ યુવતીએ નશામાં ધૂત હોવાથી પોલીસને પણ સાથ આપવાના બદલે ગાળાગાળી કરીને હાથ ઉપાડી રહી હતી.


