અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે એક અસામાન્ય ઘટના બની હતી. જ્યાં એક યુવકે નશાની હાલતમાં આવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો. યુવક હિરેન વિઠ્ઠલપરા દારૂના નશામાં ધૂત હતો અને પોલીસ સ્ટેશનમાં આવીને જોર જોરથી બૂમો પાડીને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. આ યુવકની હરકતોના કારણે પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓને મુશ્કેલી પડી હતી.
જોર જોરથી બૂમો પાડીને પોલીસ સ્ટેશન માથે લીધુ
નશાની હાલતમાં કાયદાનું ઉલ્લંઘન કરવા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ પોલીસે તાત્કાલિક યુવક હિરેન વિઠ્ઠલપરાની અટકાયત કરી હતી. પોલીસે યુવક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


