- રોડ પર આવતા વાહનચાલકો થંભી ગયા
- ધારી ગીર પૂર્વમાં રોડ પર સિંહનું ટોળું આવ્યું
- વિડીયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ
રાજ્યમાં સિંહનું ટોળું જોવા મળે તે સામાન્ય છે. આ વચ્ચે ધારી ગીર પૂર્વમાં રોડ પર સિંહોનું ટોળું જોવા મળ્યું છે. આ વચ્ચે ફરી સિંહોનું ટોળું આવ્યું રોડ રસ્તા પર આવી ગયું હોય તેવી ઘટના બની છે. જે સાથે જ સિંહ રસ્તા પર જોવા મળ્યા છે. જેમાં 6 સિંહનું ટોળું જોવા મળ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, ધારીથી તુલસી શ્યામ જવાના માર્ગ પર 6 સિંહોનું રોડ પર વોક કરતાં જોવા મળ્યા છે. જેમાં ધારીના તુલશીશ્યામ માર્ગના સુર્યદીપ ફાર્મ નજીક 6 સિંહો મુખ્ય માર્ગ પર આવ્યા હતા. આ વચ્ચે અગાઉ પણ રોડ પર સિંહો લટાર મારવા નીકળ્યા હોય તેવા વીડિયો સામે આવ્યા છે.
ધારીના મુખ્ય રોડ પર સિંહનું ટોળું રોડ પર આવતા વાહનચાલકો થંભી ગયા હતા. અને લોકો ભયભીત થઈ ગયા હતા. આ વચ્ચે સિંહ પણ પોતાની જ ધૂનમાં સીધો આગળ વધ્યો હતો. આ સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


