- અયોધ્યા રામ મંદિરમાં આજથી સાત દિવસનો સમારંભ શરુ
- અયોધ્યા મંદિરમાં અનીસ દ્વારા ફુલો આપવામાં આવશે
- બગીચામાંથી ગુલાબ અર્પણ કરવા ખુશીનો અવસર છે
આજથી અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની પૂજાવિધીનો કાર્યક્રમ આજથી શરૂ થઈ ગયો છે. અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં આજથી સાત દિવસ સુધી ઉત્સવ અને ઊજવણીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અયોધ્યા રામ મંદિરમાં એક મુસ્લિમ પરિવાર પૂજાવિધી માટે ફૂલો આપશે તે વિશે જાણો.
મોહમ્મદ અનીસ અયોધ્યામાં બગીચાની સંભાળ રાખતા
મળતી માહિતી અનુસાર, આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે, 22 જાન્યુઆરીના રોજ યોજાનાર આગામી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં એક વ્યક્તિનું અનોખું યોગદાન રહેવાનું છે. અયોધ્યામાં ફૂલના બગીચાની વર્ષોથી સારસંભાળ રાખતા મોહમ્મદ અનીસનું યોગદાન રહેવાનું છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમારંભ દરમિયાન રામ લલ્લાને અર્પણ કરવામાં આવનાર ફૂલ મોહમ્મદ અનીસ દ્વારા સંભાળ રાખવામાં આવતાં બગીચામાંથી લાવામાં આવશે. ફૂલોને વિવિધ ફૂલ વિક્રેતાઓમાંથી લાવવામાં આવી રહ્યાં છે ત્યારે અનીસ પણ તેમાંથી એક છે. તેમની પાંચ પેઢીઓથી અનીસ પરિવાર હનુમાન ગઢી, રામ લલ્લા અને અયોધ્યાના તમામ મંદિરોને ફૂલ ચડાવે છે.
રામલલાને ગુલાબ અર્પણ ખુશીનો અવસર
મોહમ્મદ અનીસે આનંદ વ્યક્ત કરતા ભારપૂર્વક જણાવ્યું કે, અયોધ્યામાં કોઈ ધર્મ-વિશિષ્ટ મુદ્દાઓ નથી અને તેમના બગીચામાંથી રામલલાને ગુલાબ અર્પણ કરવા તેમના માટે ખુશીનો અવસર છે. શહેરમાં ફેલાયેલી એકતા અને ભક્તિએ એક સુમેળભર્યું વાતાવરણ ઊભું કર્યું, અને તેમના ફૂલોથી આગામી પવિત્ર સમારંભો માટે સ્ટેજ પણ શણગારવામાં આવશે.
સુંદરકાંડ પાઠથી ગૂંજી ઉઠ્યાં મંદિરો
આજે 16 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અને રામલલા અભિષેક સમારોહ માટે સજ્જ થઈ ગયું છે. ત્યારે અયોધ્યાના હૃદયમાં, તમામ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની પૂજા વિધિ શરૂ થતાં શહેરમાં એક આધ્યાત્મિક આભા છવાઈ ગઈ છે. હનુમાન મંદિરો, ખાસ કરીને, સુંદરકાંડના પાઠથી ગુંજી ઉઠ્યા હતા, ચારેબાજુથી ભક્તોને આકર્ષિત કર્યા હતા. હનુમાન ગઢીના પવિત્ર પરિસરમાં અતૂટ ભક્તિ સાથે એકઠા થયેલા ભક્તોના વિશાળ મંડળના સાક્ષી બન્યા.
સુરક્ષાને લઈને રિહર્સલ કરાશે
અયોધ્યામાં સુરક્ષાને લઈને તેમજ ભવ્ય કાર્યક્રમોની તૈયારીની ચકાસણી કરવામાં આવી રહી છે અને 18 જાન્યુઆરીએ, અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે એક પૂર્વાયોજિત રિહર્સલ કરવામાં આવશે. અયોધ્યા રામ મંદિરના પવિત્ર સ્થળની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ એટીએસ ઝોનના કમાન્ડોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવ્યાં છે.


