- સુરેન્દ્રમગરમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન
- નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
- ભુજમાં 12 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન
રાજ્યમાં માવઠાના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. જેમાં નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ ભુજમાં 12 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન, ડિસા અને રાજકોટમાં તાપમાન 13 ડિગ્રી તથા સુરેન્દ્રમગરમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે.
કેશોદમાં 17 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન
અમરેલી 16 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી તથા કેશોદમાં 17 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સોમવાર અને મંગળવાર બે દિવસ દરમિયાન હળવો કમોસમી વરસાદ પડવાના એંધાણ હતા પરંતુ વરસાદનું વિઘ્ન ટળતાં ખાસ કરીને ખેડૂતોને રાહત થઈ છે. વરસાદ થયો નથી પરંતુ મોટાભાગના વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાયાં છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું જોર ઘટી ગયું છે. ત્રણ દિવસમાં જ અમદાવાદ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 5થી 6 ડિગ્રી જેટલો ઊંચકાયો છે.
માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ
ધરમપુર તાલુકાના અંતરિયાળ અને સરહદીય વિસ્તારોનાં ગામોમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડયો હતો. ધરમપુરના તામછડી આંબા જંગલ, વેરીભવાડા, ઉલસપિંડી સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. ખેતરોના ઊભા પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.


