- ગ્રામ પંચાયતની બેદરકારી લોકો કચરો વડલા નીચે નાખે છે
- કચરાની આગે વૃક્ષને ઝપટમાં લીધું
- વડવાઇમાં આગ લાગતાં દોડધામ મચી હતી
બોરસદ તાલુકાના કઠાણા ગામે વડલાના નીચે થડમાં કચરાને લઇ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી કઠાણા તળાવનાં કિનારે ઉભો વડલો એની ઘનઘોર ઘટાથી ઉભો છે. વડલાની પશ્ચિમે ગામનો રોડ અને હાઈસ્કુલ છે. કઠાણા પંચાયત દ્વારા કચરાપેટીની સગવડનો કચરાનો નિકાલ ન હોવાને કારણે લોકો કચરો વડલાનાં વૃક્ષ નીચે નાખતા હોય છે, ભેગા થયેલા કચરામાં આકસ્મિક આગ લાગતાં વડલાની વડવાઇમાં આગ લાગતાં દોડધામ મચી હતી.
વવામાં આવી હતી? કે કોઈ કારણથી આગ લાગી હતી તે એક તપાસનો વિષય છે પરંતુ આગ લાગતા કલાકો સુધી ધુમાડાઓ નીકળ્યા હતા. અહીંથી પસાર થતા વાહનચાલકોને પણ ધુમાડાને કારણે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. કોઇ દુર્ઘટના બની ન હતી. ફયબ્રિગેડને જાણ કરતા ફયર ફઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી કોઇ જાનહાનિ થઇ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


