- ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી, પણ કાપડ બળીને ખાખ થઈ ગયું
- જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થતાં તેમણે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો
- સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી
નડિયાદમાં આવેલ નવી મફતલાલ મીલ બહાર કાપડ ભરેલા ટ્રકના કન્ટેનરમાં આજે સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થતાં તેમણે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જોકે કન્ટેનરમાં કાપડના રોલ હોવાના કારણે જલ્દીથી સળગી જઈ નુકશાન પામ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કન્ટેનરના વ્હીલ ગરમ થતાં હિટ પકડવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે.


