- રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે બે થીમ પર ફૂડ કોર્ટ હશે
- પ્રાદેશિક સ્વાદ અને લક્ઝરી સ્વાદની ફૂડ કોર્ટ હશે
- આંતરરાષ્ટ્રીય કક્ષાના શેફ ફૂડ લાઈવ ડેમો આપશે
અમદાવાદમાં AMC દ્વારા 8 થી 10 માર્ચ ફૂડ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પહેલી વખત અમદાવાદમાં 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફૂડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના ફૂડની મજા લોકો માણી શકશે. આ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શું હશે ખાસ
અમદાવાદના આગણે પહેલી વખત ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ફેસ્ટિવલમાં બે થીમ પર ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. આ દરમિયાન પ્રાદેશિક સ્વાદ અને લક્ઝરી સ્વાદની ફૂડ કોર્ટમાં મજા માણી શકાશે. તેમજ ફૂડ ફેસ્ટિવલને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’નામ આપવામાં આવ્યું છે.
આ માટે ફૂડ ફેસ્ટિવલમાં અલગ અલગ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. આ હેઠળ રોયલ, વેલનેશ અને સ્પિરિચ્યુઅલ પેવેલિયન તૈયાર કરાશે. જેની અંદર ત્રણ પેવેલિયન ફીની એન્ટ્રી ફી 1500 થી 3000 હજાર નક્કી કરવામાં આવી છે. આ ફૂડ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના શેફ ફૂડ લાઈવ ડેમો આપશે.
એન્ટ્રી ફી અંગે કરી જાહેરાત
આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલમાં જનરલ એન્ટ્રી ફી 50 રૂપિયા રહેશે. જેમાં પુરી જગન્નાથ મંદિર અને વૃંદાવન રાધા રમણ મંદિરના પ્રસાદનો ભોગ પણ અપાશે. જેનો પણ લોકો પ્રસાદની પણ સ્વાદ માણી શકશે. વિવિધ સુવિધાઓ સાથે અમદાવાદ AMC દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.


