- રૂ 10 લાખની લૂંટ કરનારા પકડાયા
- મિત્રએ જ રચ્યો હતો મિત્રના રોકડા રૂપિયા લૂંટવાનો પ્લાન
- રૂ 10 લાખની લઈને ફરિયાદી નિકળ્યો હતો બાઈક પર
સુરતમાં એક અજીબ ઘટના બની હતી,જેમાં મિત્રએ જ મિત્ર પાસેથી રૂ 10 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા,તો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં સંજુ નામાના આરોપીએ તેના જ મિત્રના ખાતામાં રૂ 10 લાખ ટ્રાન્સફર કર્યા.ત્યારબાદ મિત્ર સંજુ અને ફૈઝાન રૂપિયા લેવા જાય છે.ફરિયાદી રૂપિયા લઈ બહાર નિકળે છે કે તરત જ ત્યાં આરોપી પણ પહોચીને લૂંટ કરીને થઈ જાય છે ફરાર.
અડાજણ પોલીસે પકડયા આરોપીઓને
22 જાન્યુઆરીએ અડાજણ પોલીસને એક મેસેજ મળે છે જે મેસેજ લૂંટનો હતો,જેના કારણે પોલીસ દોડતી થઈ,ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને ખબર પડી કે મિત્રએ જ પહેલા રૂપિયા નાખ્યા અને ત્યારબાદ તેની લૂંટ કરાવી,અડાજણ પોલીસે બે આરોપી સંજુ રાજેશ ખુરાના અને રાકેશ સુધામ ચૌધરીની ધરપકડ કરી છે,જેમાં રાકેશ સુધામ રીઢો આરોપી છે,તો સંચુ રામતાર રાય અને જાવેદ જમીલ શૈખ આ બન્ને આરોપીઓ ફરાર છે.
આવુ કરવા પાછળનું કારણ
પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મિત્ર પાસે રૂપિયા હતા,અને તે રૂપિયા સીધા કઈ રીતે માંગવા,માટે આરોપી મિત્રએ રૂપિયા ટ્રાન્ફસર કરાવીને લૂંટ કરાવી,તો પોલીસે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ આ રીતે અગાઉ પણ લૂંટના ગુનામાં સંડોવાયેલા છે.


