- 5 કેરેટની ચેનને 22 કેરેટ બતાવીને ઠગાઈ કરતી
- ઉત્રાણ સહિત રાજ્યના 32 જ્વેલર્સને પધરાવ્યું નકલી સોનું
- લેબોરેટરીમાં દાગીના ચેક કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો
સુરતમાં નકલી સોનું પધરાવતી ટોળકી પકડાઇ છે. જેમાં ઉત્રાણ સહિત રાજ્યના 32 જ્વેલર્સને નકલી સોનું પધરાવ્યું છે. તેમજ 10 લાખના સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે. લેબોરેટરીમાં દાગીના ચેક કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે.
ઝડપાયેલા 6 આરોપીઓમાંથી બે આરોપીઓ સુરતના
ઝડપાયેલા 6 આરોપીઓમાંથી બે આરોપીઓ સુરતના છે. જેમાં સુરતમાં નકલી સોનું પધરાવતી ટોળકી ઝડપાતા મોટું કૌભાંડ સામે આવશે. તેમજ મોટા જ્વેલર્સને ટાર્ગેટ કરી બોગસ દાગીના વેચતી હતી. તેમાં 5 કેરેટની ચેઇનને 22 કેરેટ બતાવીને ઠગાઈ કરતી હતી. જ્યારે પણ તમે બજારમાં સોનું ખરીદવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખો કે દાગીના પર હંમેશા હોલમાર્કનું નિશાન હોવું જોઈએ. તે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સર્ટિફિકેશન બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા શુદ્ધ સોનાને આ ચિહ્ન આપવામાં આવે છે.
સોનું પાણીની સપાટીથી નીચે ન જાય તો તે નકલી
કેટલીકવાર સ્થાનિક જ્વેલર્સ હોલમાર્ક વિના ઘરેણાં વેચે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક સોનું વેચતી જ્વેલરી શોપમાંથી જ સોનું ખરીદવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે કેટલાક સરળ ઉપાયોથી પણ સોનાને ઓળખી શકો છો. જેમાં પાણીની મદદથી સાચા અને નકલી સોનાને સરળતાથી ઓળખી શકો છો. જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે અસલી સોનું તરત જ ડૂબી જાય છે. જ્યારે નકલી સોનું પાણીની સપાટી પર તરે છે. આવી સ્થિતિમાં, તમે એક ગ્લાસ પાણીની મદદથી પણ અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો. જો સોનું પાણીની સપાટીથી નીચે ન જાય તો તે નકલી છે.


