- ખેડૂતોને જીરૂ અને વળીયારીના પાકની ચાલી રહી છે સિઝન
- તસ્કરો વિજ જોડાણના કેબલ કાપી ઉઠાવી ગયા
- પોલીસે વોચ ગોઠવી ટોળકીને ઝડપી પાડી
લીંબડી તાલુકાના કટારિયા ગામ સીમ વિસ્તારમાં પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ પરથી બે ખેડૂતોના મશીન પંપ પરથી પાણીની મોટર ચાલુ કરવાના વિજ વાયરની અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. પાણશિણા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
વીજ વાયરની ચોરી
પાણશીણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કટારિયા ગામે રહેતા યુવરાજ રણજીતસંગ કાઠીયાનું નર્મદા કેનાલ કાંઠે આવેલા ખેતર પર થી થાંભલાથી મોટર સુધીનો પાણી ખેંચવાની મોટર તથા સંજય ભરતભાઇ રેથળિયા,ટોકરાળા ગામના ભુપતભાઇ કોળી પટેલ,યોગરાજસિંહ ઝાલાની વાડીમાંથી 33 મીટર,પોપટભાઇની વાડીમાં થી 30 મીટર અને ગેડી ગામના પરસોતમભાઇ કોળી પટેલની વાડી માથી 10 મીટર એમ કુલ મળીને 122 મીટર જેટલા વિજ વાયરની ઉઠાંતરી થતા ખેડૂતો એ પાણશિણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાણશિણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSIની ટીમે આરોપીઓને દબોચી વધુ તપાસ હાથધરી.
ઝડપાયા આરોપીઓ
પોલીસે વિષ્ણુ મહિપતભાઇ સાવળીયા, કેતન મયુરભાઇ બેલડીયા, નવઘણ હકાભાઇ ગુગલીયા આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,પોલીસે વધુ તપાસ અર્થે પૂછપરછ કરતા આરોપીઓએ કબુલ્યું કે,બલદાણા અને વડોદ ગામની સીમમાંથી વીજ કેબલની ચોરી કરી હતી,તો બગોદરા નજીક બંધ પેટ્રોલ પંપમાંથી 30 કિલો એલ્યુમિનિયમ ટીનની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પાણશિણા પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવા રિમાંડની તજવીજ હાથધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 122 મીટર જેટલા વિજ વાયર જપ્ત કર્યા છે.


