- અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જોરદાર ઉત્સાહ
- અમદાવાદમાં રામલલાની રંગોળી બનાવાઈ
- 30 ફૂટ લાંબી ભગવાન રામની રંગોળી બનાવી
અમદાવાદમાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રામ ભક્તે પ્રભુ શ્રીરામની વિશાળ રંગોળી બનાવી છે. અમદાવાદમાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં રામ ભક્તે પ્રભુ શ્રીરામની વિશાળ રંગોળી બનાવી છે. અમદાવાદ મેમનગર ખાતે રામ ભક્તોએ અત્યારથી જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શરુ કરી દીધી છે. મેમનગરમાં આજ રાતથી જ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં આજ રાતથી જ દીવડાઓથી ઝગમગાટ કરવામાં આવશે અને દિવસે ભગવાન શ્રી રામની રંગોળી બનાવવામાં આવનાર છે.
અમદાવાદની યુવતી એ રંગોળી બનાવી
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમદાવાદમાં રામલ્લાની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. અમદાવાદની યુવતી દ્વારા આ વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. પ્રભુ શ્રી રામની આવી જ રંગોળી અયોધ્યામાં બનનાવવામાં આવનારી છે. અમદાવાદની એક યુવતી પ્રીતિ સુરતીએ પ્રભુ શ્રી રામની વિશાળ રંગોળી બનાવી છે.
દીવડા અને રંગોળી કરવામાં આવશે
અમદાવાદ મેમનગર ખાતે રામ ભક્તોએ અત્યારથી જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શરુ કરી દીધી છે. મેમનગરમાં આજ રાતથી જ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં આજ રાતથી જ દીવડાઓથી ઝગમગાટ કરવામાં આવશે અને દિવસે ભગવાન શ્રી રામની રંગોળી બનાવવામાં આવનાર છે.
30 ફૂટ લાંબી રંગોળી
અમદાવાદના મેમનગરમાં રહેતી યુવતી પ્રીતિ સુરતી અને રામ ભક્તો સાથે મળીને 30 ફૂટ લાંબી ભગવાન રામની વિશાળ રંગોળી બનાવશે. અયોધ્યા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે.
દિવાળી જેવો માહોલ
ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 22 મી જાન્યુઆરીએ દેશમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો દિવસ દરમિયાન મંદિરોમાં એકસાથે બેસીને રામજન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે. આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.


