- સ્કુબા ડ્રાઈવિંગમાં ઓક્સિજન સાથે જવાય, ફરી ડાઈવિંગમાં શ્વાસને રોકી રાખવાનો હોય છે : સ્મૃતિ
- સ્મૃતીએ 5 વર્ષની ઉંમરે જ સ્વીમીંગની શરૂઆત કરી હતી
- ધો. 12 પછી મુંબઈમાં આઈઆઈટી કરી બીટેક અને એમટેક કર્યુ હતુ
મુળ પાટડીના વતની અને હાલ અમદાવાદ રહેતા પરીવારની દિકરીએ થાઈલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફુટ નીચે જઈ અનોખો રેકોર્ડ બનાવી ઝાલાવાડનું નામ વિશ્વભરમાં રોશન કર્યુ છે. મુળ પાટડીના એવા ચંદ્રકાંતભાઈ મીરાણી હાલ પરીવાર સાથે અમદાવાદ રહે છે.
તેમની દિકરી સ્મૃતીએ 5 વર્ષની ઉંમરે જ સ્વીમીંગની શરૂઆત કરી હતી. ધો. 12 પછી મુંબઈમાં આઈઆઈટી કરી બીટેક અને એમટેક કર્યુ હતુ. ત્યારબાદ અંદાજે 40 વખત સ્કુબા ડાઈવીંગ એટલે કે, ઓેક્સિજન સાથે દરીયાના પાણીમાં ઉતરવાનું કર્યા બાદ છેલ્લા 2 વર્ષથી તે ફ્રી ડાઈવીંગ કરે છે. ત્યારે તાજેતરમાં 41 મીટર એટલે કે, અંદાજે 160 ફુટ થાઈલેન્ડના દરીયા પાણીમાં શ્વાસ રોકીને તેઓએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જેના માટે 1 મીનીટ અને 50 સેકન્ડ તેઓ દરીયામાં રહ્યા હતા.


