- બાળકી રમતા રમતા બીજા માળેથી નીચે પટકાઈ
- 3 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત
- સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી
સુરતમાં ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં માસુમ બાળક રમતા રમતા બીજા માળેથી નીચે પટકાતા 3 વર્ષની બાળકીનું મોત થયું છે. જેના કારણે પરિવાર સહિત આસપાસના લોકોમાં શોકનો માહોલ ફેલાય ગયો છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના ઉમરવાળા વિસ્તારમાં ઘર નજીક બાળકી અગાસી પર રમી રહી હતી. જે પછી બાળકી બીજા માળેથી રમતા રમતાં નીચે પટકાઈ હતી. આ પછી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં બાળકીની સારવાર પછી મોત નીપજ્યું છે. આ પછી બાળકોને એકલા રમવા મુકવા માટે પણ સવાલ બની રહ્યો છે. તેમજ બાળકોની જાળવણી કરવી પણ મુશ્કેલ બની રહી છે.
અગાઉ શનિવારે બાળકની માતા પોતાના એક વર્ષના દીકરાને ટુવાલમાં લપેટીને લિફ્ટમાં જઈ રહી હતી. એકાએક જ લિફ્ટની મોટરમાં ટુવાલ ફસાઈ ગયો હતો. જેના કારણે લિફ્ટ શરૂ થતાં જ બાળક પણ ખેંચાયું હતું અને મોટરમાં બાળકનો હાથ આવી ગયો હતો. જેના કારણે ખભામાંથી જ બાળકનો આખો હાથ છૂટો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા પિતા સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા. જેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.


