- ગાંધીનગરને રંગબેરંગી લાઇટોથી સજ્જ શણગારાયું
- મહાત્મા મંદિર, દાંડી કુટીર પર લગાવાઇ ‘મૂન લાઇટ’
- વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટ લગાવાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 માં આવકારવા ગાંધીનગર સજ્જ થયું છે. આ માટે ગાંધીનગરના મહાત્મા મંદિર, દાંડી કુટીર અને ગિફ્ટ સીટી સહિત સમગ્ર ગાંધીનગરને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’થી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10 જાન્યુઆરી 2024 ના રોજ 10 મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-2 સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે.
ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે.


