- વિવિધ જૈન સંપ્રદાયના સાધુ-સંતો અને શ્રાવક-શ્રાવિકાઓ ઊમટી પડશે
- વિરલ કુમારીકાઓ પ્રભુ મહાવીરે બતાવેલા મોક્ષના માર્ગે પ્રયાણ કરી
- 25મીના રોજ સ્થાનકવાસી ઉપાશ્રાય, પૂર્વ વિભાગથી મહાવીરાલય સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશેતા.
સુરેન્દ્રનગર શહેર ના ઘર હો તો ઐસા સ્થીત મહાવીરાલયમાં તા. 26મી જાન્યુઆરીએ બે દીક્ષાર્થી બહેનો અસાર સંસાર નો ત્યાગ કરી પ્રભુના માર્ગે પ્રયાણ કરી રહી છે. આ દીક્ષા મહોત્સવમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સહિત મોટી સંખ્યામાં શ્રા વકો ઉમટી પડશે. સુરેન્દ્રનગર ની ધરા સેંકડો સાધુ-સાધ્વીની સંયમી ઊર્જાથી પાવન બનેલી છે. ત્યારે આ ધરા ઉપર તા. 26મી જાન્યુઆરીએ બે વિરલ કુમારીકાઓ પ્રભુ મહાવીરે બતાવેલા મોક્ષના માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર રહી છે. લીંબડી ગોપાલ સંપ્રદાય અને શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન સમાજ આયોજીત આ દીક્ષા મહોત્સવમાં મોર બીના વૈશાલીબેન કે જેઓએ એમ.કોમ., બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે અને જોરાવર નગર ના બીસીએ કર નાર સલોનીબેનનો ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાનાર છે. જેમાં તા. 24મીને બુધવારે આરાધના સોસાયટીથી મહાવીરાલય સુધી અને તા. 25મીના રોજ સ્થાનકવાસી ઉપાશ્રાય, પૂર્વ વિભાગથી મહાવીરાલય સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જયારે મહાવીરાલય ખાતે તા. 25 મીએ સવારે 10-25 કલાકે મુમુક્ષુ બહેનોનો સન્માન સમારોહ, બપોરે 3 કલાકે કવલ પ્રદાન, તા. 26મીએ સવારે મહાભીનીષ્ક્રમણ યાત્રા અને ગુરૂદેવોના હસ્તે બન્ને દીક્ષાર્થીઓને સંયમ પ્રદાન કરવામાં આવશે. આ પ્રસંગે લીંબડી ગોપાલ સંપ્રદાય, લીંબડી અજરામર સંપ્રદાય, દરિયાપુરી સંપ્રદાય સહિતના સંપ્રદાયના સાધુ-સાધ્વીજીઓ અને શ્રા વક-શ્રા વિકાઓ ઊમટી પડશે.


