- વિરાટનગરમાં શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
- ભવ્ય શોભાયાત્રા લંગડિયા હનુમાન મંદરથી નીકળી હતી
- સંતે-ભક્તો, મહિલાઓ બાળકો અને વૃદ્ધો જોડાયા હતાં
જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં તે હવે નજીક આવી ગઇ છે. આવતીકાલે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સ યોજાવાનો છે. જેને લઈને ઠેરઠેર રામયાત્રા નીકળી રહી છે. ત્યારે દેશ સાથે વિદેશમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં એક ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી છે. અયોધ્યા રામમંદિરના આમંત્રણ સ્વરૂપ પધારેલ પુજીત અક્ષત કળશ સાથે અમદાવાદમાં શોભાયાત્રા નીકળી હતી.
વિરાટનગરમાં શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
અમદાવાદના વિરાટનગરમાં બહોળી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. લોકો દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી કળશને વધાવવામાં આવ્યું હતું અને નાની નાની દીકરીઓથી માંડીને મોટી બહેનો શોભાયાત્રામાં જોડાઈ હતી અને કળશના સામૈયા કર્યા. વિરાટનગરમાં નાગરિકો દ્વારા પ્રભુ શ્રી રામનાં નારા લગાવવામાં આવ્યા. આખું વાતાવરણ જાણે શ્રી રામની ભકિતમાં રંગાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું.
સંતે-ભક્તો, મહિલાઓ બાળકો અને વૃદ્ધો જોડાયા હતાં
અમદાવાદના વિરાટનગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા હતી. આ ભવ્ય શોભાયાત્રા લંગડિયા હનુમાન મંદિરથી નીકળી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો-સંતો જોડાયા હતા. આ કળશયાત્રા સાથે ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો રામ ભક્તિના રંગમાં રંગાયા હતા. અમદાવાદના વિરાટનગરમાં નીકળેલી કળશયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં.
શ્રી રામના સ્વાગતની ધામધૂમથી તૈયારીઓ
સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામના સ્વાગતની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના નામની ધૂન, ભજન-કીર્તન અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર દેશમાં રેલીઓ નીકળી રહી છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી કરવામાં આવી રહી છે તો કોઈએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે સાઈકલ યાત્રા કરી છે, કોઈએ ભગવાન શ્રી રામ મંદિરની સોનાની વીંટી બનાવી છે. આજે દેશમાં રામ નામની લહેર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ભગવાન રામના સ્વાગતમાં તૈયારીઓ ચાલી રહી છે.


