- 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ હતી MPCની બેઠક
- બેઠકને લઈને બોલ્યા RBI ગવર્નર શક્તિકાંત દાસ
- મોંઘવારીના મોરચે MPCનું કામ પૂર્ણ નથી થયું: દાસ
રિઝર્વ બેન્ક તરફથી ગુરુવારે આ મહિનાની થયેલ MPCની બેઠકને લઈને નિવેદન આપ્યું હતું. આ બેઠક 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ હતી. બેઠક દરમિયાન રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોંઘવારી પર નિયંત્રણ લાવવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું કામ હજુ પૂર્ણ થયું નથી. તેમણે કહ્યું કે નીતિના મોરચે લેવામાં આવેલ કોઈપણ ઉતાવળમાં લેવાયેલું પગલું મોંઘવારીને અંકુશમાં લેવામાં અત્યાર સુધી મળેલી સફળતાને નબળી પાડી શકે છે.
ફેબ્રુઆરીમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકની મિનિટ્સ અનુસાર, દાસે કહ્યું હતું કે આ સમયે મોનેટરી પોલિસી કમિટીએ સાવધાન રહેવું જોઈએ અને એવું ન માનવું જોઈએ કે મોંઘવારીના મોરચે અમારું કામ પૂરું થઈ ગયું છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે આ મહિનાની શરૂઆતમાં ચાવીરૂપ વ્યાજ દરમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે મતદાન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. મીટિંગના વિવરણ અનુસાર, RBI ગવર્નરે જણાવ્યું કે, “કેમ કે બજારો પોલિસી રેટ કપાતની અપેક્ષાએ કેન્દ્રીય બેંકો કરતા આગળ ચાલી રહી છે એવામાં ઉતાવળે લેવામાં આવેલ કોઈપણ પગલું અત્યાર સુધીની મેળવેલ સફળતાને નબળી પાડી શકે છે.”
ઊંચો વિકાસ દર જાળવી રાખવા મોંઘવારી પર નિયંત્રણ અને નાણાકીય સ્થિરતા જરૂરી
RBI ગવર્નરે જણાવ્યું કે, ‘લાંબા ગાળે ઊંચો વિકાસ દર જાળવી રાખવા માટે મોંઘવારી નિયંત્રણ અને નાણાકીય સ્થિરતા જરૂરી છે. વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ટકાઉ ધોરણે 4 ટકાના ફુગાવાના લક્ષ્યને હાંસલ કરવા પર હાલમાં નીતિની આવશ્યકતા છે.


