- હોમગાર્ડ જવાને રોંગ સાઈડમાં આવતા વાહનચાલકને રોક્યો
- વાહન ચાલક પાસે 150 રૂપિયા પડાવી લીધા હતા
- હોમગાર્ડ જવાન રૂપિયા લેતો હોય તેવો વીડિયો વાયરલ
અમદાવાદમાં હોમગાર્ડ જવાને રોંગ સાઈડમાં આવતા વાહનચાલક પાસેથી રૂ.150 લીધા છે. જેમાં ટ્રાફિક વિભાગમા ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વીડિયો વાયરલ થયો છે. રોંગ સાઈડમા આવતા વાહન ચાલક પાસે 150 રૂપિયા પડાવી લીધા હતા.
રૂપિયા 1500ના દંડમાં રૂપિયા 150ની પાવતી ન મળે
એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હોમગાર્ડ જવાનનો રૂપિયા લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રૂપિયા 1500ના દંડમાં રૂપિયા 150ની પાવતી ન મળે તેમ હોમગાર્ડ જવાન જણાવી રહ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસે વીડિયો અંગે તપાસ હાથ ધરી છે. ST સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોઈન્ટ પાસે પૈસા લેતો વીડિયો હોવાની ચર્ચા છે.
હોમગાર્ડ જવાન રૂપિયા લેતો હોય તેવો વીડિયો વાયરલ
ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાને રોંગ સાઈડમા આવતા વાહન ચાલક પાસેથી 150 રૂપિયા પડાવી લીધા હતા. જેમાં એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હોમગાર્ડ જવાન રૂપિયા લેતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


