- વડોદરામાં માથાભારે બિલ્ડરે રહીશ પર કર્યો હુમલો
- પોતાના મળતિયાઓ સાથે મરી રહીશને લાકડાથી માર્યો
- ધર્મેશ ચોરડિયા નામના બિલ્ડરે બનાવ્યું છે એપાર્ટમેન્ટ
પ્રતાપગંજ વિસ્તારમાં ફ્લેટના રહેવાસી અને બિલ્ડર વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બિલ્ડરે તેના માણસોને બોલાવી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.શરણમ વિલામાં રહેતા હરેશભાઇ વાસવાણીએ એવો આક્ષેપ કર્યો છે કે,શરણમ વિલાના બિલ્ડર ધર્મેશ ચોરડિયા હાલમાં બીજે રહે છે.તેમના ફ્લેટના મેન્ટેનન્સની રકમ બાકી હોવાથી કહેવા જતાં તેમણે બે માણસોને બોલાવી મારા પર લાકડી અને ગડદાપાટુ વડે હુમલો કર્યો હતો.
શું કહેવું છે સ્થાનિકોનું
સ્થાનિકોનું કહેવું છે કે,બિલ્ડરે ફલેટ બનાવ્યા બાદ એક ફલેટ પોતાના માટે રાખ્યો છે,ત્યારે તેના મેન્ટેનન્સના રૂપિયાને લઈ માંગણી કરતા તો બિલ્ડર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મળતિયાઓ દ્રારા હરેશ વાસવાણી નામના રહીશ પર હુમલો કર્યો હતો.તો સ્થાનિકે સયાજીગંજ પોલીસ મથકમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.પ્લોટ નંબર 43માં ધર્મેશ ચોરડિયા નામના બિલ્ડર દ્વારા શરણમ વિલા નામનું ઊભું કર્યું છે એપાર્ટમેન્ટ.બિલ્ડર અને તેના મળતિયાઓ દ્રારા લાકડાથી મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે.
અમદાવાદમાં એક મહિના પહેલા બિલ્ડરની કારને પહોંચાડયું નુકસાન
બોપલ સ્થિત મેરિગોલ્ડ રોડ પર બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની રોક રોકીને લાકડી અને પાઈપોથી હુમલો કરી દીધો હતો. વિગતો મુજબ, ધંધુકાના રહેનાર 10 જેટલા હુમલાખોરોએ બિલ્ડરની કાર પર હુમલો કરીને મોટું નુકસાન પહોંચાડયું હતું. જોકે સ્વ બચાવમાં બિલ્ડરે પણ રિવોલ્વર કાઢી હતી અને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું હતું. સમગ્ર ઘટના આ બાદ બોપલ પોલીસ સુધી પહોંચી હતી. હાલમાં બંને પક્ષો તરફથી આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી.



