- આજથી જ શરૂ થયા ઉંઘીયું-જલેબીના એડવાન્સ બુકિંગ
- ગત વર્ષ કરતા ઉંધીયાના ભાવમાં ધરખમ વધારો થયો
- ઉંધિયું રુ. 500/કિલો તો જલેબી રુ. 800/કિલો ભાવ છે
ઠંડીની ૠતુ હોય, એમાં શાકભાજીનું મોટા પાયે ઉત્પાદન થાય એટલે સૌ ઊંધિયાની મોજ માણી શકે છે. એમાંય ઉતરાયણ છે એટલે આ તહેવારમાં પતંગરસિકો ઉંધીયું અને જલેબીની પણ જયાફત માણવાના છે. તેને લઈને અમદાવાદમાં એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. દર વરસની જેમ લાઈનમાં ન ઊભા રહેવા માટે લોકોએ એડવાન્સ બુકિંગ કરી લીધું છે.
ઉંધિયુ-જલેબીના એડવાન્સ બુકિંગ
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર પતંગ-દોરીની સાથે સાથે ખાઉધરા અમદાવાદીઓમાં ઉંધિયું-જલેબીની જયાફત માણવાની પણ બોલબાલા છે. આજથી જ અમદાવાદીઓએ ઉત્તરાયણ પર ઉંધિયું-જલેબીનું એડવાન્સ બુકિંગ કરી લીધું છે. આ વર્ષે ઉંધિયાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે.
ભાવમાં ધરખમ વધારો
ગત વર્ષ કરતાં આ વર્ષે ઉંધિયાના ભાવમાં ધરખમ વધારો થયો છે. લોકોએ મોઘાં ઉંધિયું-જલેબી ખાવા માટે વધુ ભાવે પણ એડવાન્સ બુકિંગ કરી લીધું છે. આ વર્ષે અંદાજે ઉંધિયું રુપિયા 480 થી 500 રુપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં ઉપલબ્ધ છે અને જલેબીનો ભાવ આ વર્ષે રુ. 800 થી 850 રુપિયા કિલોના ભાવે બજારમાં મળવાનું છે. આટલા ધરખમ ભાવ હોવા છતાં પણ અમદાવાદ વાસીઓએ ઉત્તરાયણ નિમિત્તે એડવાન્સ બુકિંગ કરી લીધું છે ગત વરસે અમદાવાદમાં ઊંધિયાના એક કિલોના ભાવ 340 રૂપિયા હતો અને જલેબીના એક કિલોના 600 રૂપિયા હતા તો લીલવાની કચોરીના 340 રૂપિયા કિલોના ભાવે વેચાઈ હતી.
ઉત્તરાયણ નિમિત્તે દાન-પુણ્યનું મહત્વ
આજના પાવન પર્વે લોકો ગાયને ઘાસ અને દાન કરીને પુણ્ય મેળવે છે. ઉત્તરાયણ પર્વ પર દાનપૂનનું ખાસ મહત્વ છે. ઉત્તરાયણ પર અમદાવાદીઓએ સવારે જ દાનપૂણ્ય કર્યું. પ્રહલાદ નગર પાસે મોટી સંખ્યામાં લોકોએ દાન કર્યું. સવારે લોકો ગાયને ઘાસ, પક્ષીઓને ચણ આપતા જોવા મળ્યાં. કહેવાય છે કે, આજે ઉત્તરાયણે કરેલા દાનનું 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.


