- સૈયદ ઉમેદ સૈયદ વાહીદને કાઢી મુકવામાં આવ્યા
- ધર્મગુરૂ હાલ પોલીસને ચકમો આપી થયા ફરાર
- કિશોરને થૂંકી થૂંકીને માર મરાયો હતો
ઔરંગાબાદના મદ્રેસામાં વિદ્યાર્થીને તાલીબાની સજાની ઘટના સામે આવી છે. જેમાં ઘડિયાળ ચોરીની શંકામાં કિશોરને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મદરેસામાં ઢોર માર મારવામાં આવ્યો. કિશોર બૂમ-બરાડા પાડી રહ્યો હતો. કોઈને તેના પર દયા ન આવી. જે પછી આ યુવક સુરતનો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમને તેના કોઈ મિત્રે ચોરીછૂપીથી બનાવી મોકલ્યો હતો. ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરવી જોઈએ.
આ પછી શાળા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કે, ધર્મગુરૂ સૈયદ ઉમેદ સૈયદ વાહીદને કાઢી મુકવામાં આવ્યા છે. તેમજ ધર્મગુરૂ હાલ પોલીસને ચકમો ફરાર આપી થયા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મૌલાનાને કાઢી મુક્યો છે.
આ અંગે પરિવારે જણાવ્યું કે પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમને યોગ્ય જણાતાં તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી હતી. આ મદરેસામાં બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા પણ ઘટનાની ગંભીરતાને જોતાં જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.


