- જય શાહે પ્રાપ્ત કરી મોટી સિદ્ધિ
- જય શાહે સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ ઇયરનો એવોર્ડ જીત્યો
- આ એવોર્ડ મેળવનારા એકમાત્ર વ્યક્તિ બન્યા જય શાહ
ઈન્ડિયન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાંથી એક છે. જેના સચિવ જય શાહ છે. તેમણે પોતાના નામે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જય શાહે સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ 2023માં ‘સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ ઇયર’નો એવોર્ડ જીત્યો છે. આ અંગે BCCIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી પોસ્ટ કરીને માહિતી આપી છે. સાથે BCCIએ જય શાહને શુભેચ્છા પણ પાઠવી છે.
જય શાહને મળ્યું મોટું સમ્માન
BCCIએ પોસ્ટ કરીને લખ્યું કે, BCCI અધ્યક્ષ જય શાહને સ્પોર્ટ્સ બિઝનેસ લીડર ઓફ ધ ઇયરના એવોર્ડથી સમ્માન મળવા બદલ શુભેચ્છા. ભારતીય ખેલ પ્રશાસનમાં આ કોઈ પણ લીડર માટે પ્રથમ વખત આ સમ્માન મળવું એ ખરેખર યોગ્ય છે. તેમના નૈતૃત્વએ દુનિયાભરના ક્રિકેટ પર છાપ છોડી છે. ICC પુરુષ વર્લ્ડકપને નવી ઊંચાઈ સુધી લઈ જવું, સરખા વળતરમાં મહત્વપૂર્ણ પ્રગતિ સાથે મહિલા પ્રીમિયર લીગનું નિર્માણ, ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનું નૈતૃત્વ કરવું અને બીજું ઘણું બધું તેમણે કર્યું છે.
જય શાહે ભારતીય ક્રિકેટ બોર્ડને આગળ વધારવાનું કામ કર્યું
જય શાહે જ્યારથી BCCI સચિવનું પદ સંભાળ્યું છે, ત્યારથી તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડને આગળ વધારવાના દરેક સંભવ પ્રયાસ કર્યા છે અને આજે ભારતીય ક્રિકેટ બોર્ડ દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડમાંથી એક છે. ક્રિકેટ પ્રશાસનની દુનિયામાં જય શાહે જ્યારે પગ રાખ્યો હતો, ત્યારે તે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયા હતા. જે બાદ તેમણે 31 વર્ષની ઊંમરે BCCIમાં એન્ટ્રી કરી હતી. જે બાદ તેમણે ભારતીય ક્રિકેટને ઊંચાઈ સુધી પહોંચાડવા માટે મોટા નિર્ણય લીધા છે.


