- દિલ્હીમાં પટેલનગર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ
- સિરસા-તિલક બ્રિજ 14086 ટ્રેનના બે ડબ્બા આગના ઝપેટમાં
- સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે
દિલ્હીમાં આવેલા પટેલનગર રેલવે સ્ટેશન પર મંગળવારે એક મોટી ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. અહીં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ હતી.
મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ, સિરસા-તિલક બ્રિજ 14086 ટ્રેનના બે ડબ્બામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ટ્રેન પટેલનગર રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનાને પગલે તાતકાલીક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ટ્રેનના ડબ્બામાં લાગેલી આગને બૂજાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.


