- બળવાખોર નેતા સામે કોંગી હાઇકમાન્ડનો નિર્ણય
- સુધીર શર્માને AICC સચિવ પદેથી હટાવ્યા
- હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણીમાં કર્યુ હતું ક્રોસ વોટિંગ
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્ય સુધીર શર્મા પર કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી પદ પરથી હટાવી દીધા છે.
મલ્લિકાર્જુન ખડગેએ હટાવ્યા
મળતી માહિતી અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સુધીર શર્માને તાત્કાલિક અસરથી AICC સચિવ પદ પરથી હટાવી દીધા છે. કોંગ્રેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
સુધીર શર્માએ લખી હતી લાંબી પોસ્ટ
સુધીરે સૌપ્રથમ શ્લોકના અર્થથી શરૂઆત કરી. સુધીરે લખ્યું, ભગવદ ગીતામાં એક શ્લોક છે જેનો અર્થ છે – “અન્યાય સહન કરવો એ અન્યાય કરવા જેટલો ગુનો છે.” અન્યાય સામે લડવું એ તમારી ફરજ છે.” આજે આ શ્લોક આપણા સંઘર્ષનો, આપણા નિર્ણયનો, આપણા દ્વારા લેવામાં આવેલા પગલાનો આધાર બની ગયો છે અને આ શ્લોકથી આપણને શક્તિ પણ મળી છે.


