- 8 જેટલા વોટ્સએપ ગ્રુપના એડમીનને હાજર રહેવા તાકીદ
- મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ
- પોલીસ દ્વારા ગ્રુપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ
મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં મોટો ખુલાસો થયો છે. જેમાં 8 જેટલા વોટ્સએપ ગ્રુપના એડમીનને હાજર રહેવા તાકીદ છે. ત્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પોલીસ દ્વારા ગ્રુપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ રહી છે.
વિજાપુરના અર્જુન વણઝારા ગ્રુપ એડમીનને હાજર રહેવા તાકીદ
ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા વિજાપુરના અર્જુન વણઝારા ગ્રુપ એડમીનને હાજર રહેવા તાકીદ કરી છે. તેમજ અમદાવાદના રાજુ ઠાકોરને પણ હાજર રહેવા તાકીદ છે. તેમાં ખનીજ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે તપાસ થશે. મહેસાણામાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી મામલે મોટા ખુલાસા થશે. ખનીજ વિભાગના અધિકારીઓની સંડોવણી ચકાસવા ગ્રુપ એડમીનની કોલ ડિટેલ્સ સહિતની વિગતો મેળવાઈ રહી છે.
મહેસાણામાં રાજ્ય વ્યાપી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો
મહેસાણામાં રાજ્ય વ્યાપી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી. છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો છે. આ પ્રકારના 70 કરતા વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગત છે. અધિકારીઓની માહિતી માત્ર 4 જ મિનિટમાં આખા રાજ્યમાં જતી હતી. મુખ્ય ગ્રુપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરતા હતા. ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે.
ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળે તેવું નેટવર્ક
ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળે તેવું નેટવર્ક હતુ. મહેસાણામાં ખાણ અને ખનિજના અધિકારીઓની જાસૂસી મામલે પોલીસની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી 2 વર્ષ કરતા વધુ સમયથી થતી હતી. આ હકીકતની જાણ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને કેમ ન થઈ? તે એક સવાલ છે. આ પ્રકારના વોટ્સએપ ગ્રુપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે. દર આતરે દિવસે ખાણ અને ખનીજની ઓફિસમાં જોવા મળતા આવા લોકોએ અધિકારીઓનું ધ્યાન કેમ ન દોર્યું? તે એક સવાલ છે. જાસૂસી કાંડનું તથ્ય શુ? તે પણ તપાસનો વિષય છે. ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળી જાય તે પ્રકારનું નેટવર્ક હતું. ગાડી ઓફિસથી ઉપડે અને વિગત મળે તો કોની સંડોવણી હોઈ શકે? તે પણ એક સવાલ છે.


