- ઈલેક્ટોરલ બોન્ડની માહિતી ચૂંટણી પંચમાં જમા કરાવો
- સુપ્રીમ પાંચ બંધારણીય જજોની બેન્ચએ ચુકાદો આપ્યો
- એક સપ્તાહમાં દાનની તમામ માહિતી આપવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે ચૂંટણી અંગે મોટી નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે, હાલમાં ઇલેક્ટ્રિકલ બોન્ડ્સ જારી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ચુંટણી ફંડને લગતી તમામ માહિતી ચૂંટણી પંચને સોંપવા સુપ્રીમે જણાવ્યું છે. કોર્ટે તમામ દાન સાર્વજનિક કરવા જણાવ્યું હતું અને એક સપ્તાહમાં આ રીપોર્ટ જાહેર કરવા સૂચના આપી છે. વધુમાં કોર્ટે કહ્યું કે, ચૂંટણી દાનની માહિતી ગુપ્ત રાખવી, એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.
સુપ્રીમે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો
આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે, બોન્ડની માહિતી ગુપ્ત રાખવી એ માહિતી અધિકારનું ઉલ્લંઘન છે અને તે ગેરબંધારણીય છે. સુપ્રીમે કહ્યું છે કે, તમામ પોલિટીકલ પાર્ટીઓ 6 માર્ચ સુધીમાં હિસાબ આપે. સુપ્રીમ કોર્ટે ઈલોક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજી પર આજે નામદાર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદો પાંચ બંધારણીય જજોની બેન્ચ દ્વારા ત્રણ દિવસની સુનવણી બાદ 2 નવેમ્બર 2023 એ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
30 સપ્ટેમ્બર સુધીમાં પક્ષોને બોન્ડ દ્વારા કેટલી રકમ મળી
સુ્પ્રીમ કોર્ટે સુનાવણીમાં, પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી, કોર્ટે પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું.


