- સુરતમાં ચાલતા ચાલતા આવ્યો હાર્ટ એટેક
- અચાનક ચાલતા ચાલતા આધેડ ઢળી પડ્યા
- 40 વર્ષ રામ બુજારક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયુ છે. જેમાં સુરતમાં ચાલતા ચાલતા હાર્ટ એટેક આવ્યો છે. તેમાં અચાનક ચાલતા ચાલતા આધેડ ઢળી પડ્યા હતા. 40 વર્ષ રામ બુજારક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. રામ બુજારકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતા.
ઇચ્છાપોર વિસ્તારમાં વ્યક્તિને ચાલતા ચાલતા હાર્ટ એટેક આવ્યો
શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં વ્યક્તિને ચાલતા ચાલતા હાર્ટ એટેક આવ્યો હતો. તેમાં ઘરેથી નોકરી જવા તેઓ નીકળ્યા હતા. ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં પડ્યા હતા. જેમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી.
રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે
રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં શેરબજારનું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિને હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા. મૂળ બોટાદ જિલ્લાના જલાલપોર ગામના વતની દિલીપ ભાઈ રતિલાલ કાછડીયા રાત્રે હાર્ટ અટેક આવતા તેઓ બાથરૂમ જતા અચાનક ઢળી પડયા હતા. આખરે બાથરૂમનો દરવાજો તોડી દિલીપ ભાઈને બહાર કાઢવા પડ્યા હતા. બાદ તેઓને 108માં સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.


