ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના પંડવાઈ નજીક આવેલી કબીર ટેક્સોફેબ કંપનીમાં આજે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 3 ફાયર ફાઇટરની ગાડીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
હાંસોટના પંડવાઈ નજીક કંપનીમાં આગ
જોકે આ કંપનીમાં રહેલા કાચા માલ અને અન્ય સામગ્રીને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા મળી નથી. સદભાગ્યે આગ લાગવાના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કંપનીને મોટું નુકસાન થવાની ભીતિ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


