- પેજ સમિતિઓનું સોફ્ટવેર MLAને સોંપી દેવાશે
- ધારાસભ્યો સાથે બેઠક યોજીને સ્થાનિક તંત્રને દોડતું રાખશે
- સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારમાં ફોકસ વધારશે
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ ભાજપ માટે ઘણાં જ ફાયદાકારક રહ્યા છે. આ સાથે જ ભાજપમાં નવા પ્રાણ ફુંકાઈ રહ્યા છે. જેના માટે આજે કમલમમાં ધારસભ્યો અને સાંસદને હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં 156 ધારાસભ્યો અને 33 જિલ્લા, આઠ મહાનગરોના પ્રમુખો તેમજ તેમના કમ્પ્યુટર ઓપરેટરોને ખાસ ટ્રેનિંગ અપાશે.
આ અંગેની માહિતી અનુસાર,ગાંધીનગરમ કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં મુખ્યત્વે પેજ સમિતિ એપને લઇને બેઠક બોલાવવામાં આવી છે. પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા થશે.
વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ત્યારબાદ વર્ષ 2022ના અંતે વિધાનસભા ચૂંટણીમાં પેજસમિતિઓ દ્વારા પોતાના તરફ મતદાન કરાવવામાં આવી સમિતિઓ સફળ રહ્યાનુ કહેવાય છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ પેજ સમિતિનો મહત્તમ ઉપયોગ કરવા તેનું આખેઆખુ માળખુ- સોફ્ટવેર વિધાનસભા મતક્ષેત્ર અને જિલ્લાવાર વિભાજીત કરીને જે મતક્ષેત્રમાં ભાજપના ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખોને તબદિલ કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠક બોલાવી છે.


