અમદાવાદના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. શહેરના રાણીપ વિસ્તારમાં રૂપિયા 42 કરોડના ખર્ચે એક અત્યાધુનિક મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, જે ખેલપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 13,150 સ્ક્વેર મીટરના વિશાળ પ્લે એરિયામાં બનાવવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
કોમ્પ્લેક્સમાં આ સુવિધાઓ હશે
નવા મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતગમત માટેની આધુનિક કોર્ટ્સ અને સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.
- પિકલ બોલ કોર્ટ
- ટેનિસ કોર્ટ
- બાસ્કેટ બોલ કોર્ટ
- ટેબલ ટેનિસ
- સ્વિમિંગ પૂલ
- સ્કવોશ એરિયા
આ ઉપરાંત, ખેલાડીઓ માટે શ્રેષ્ઠ કક્ષાની સુવિધાઓ જેમ કે, વર્કઆઉટ કરવા માટે જિમ (Gym), તાજગી માટે જ્યુસ બાર અને અન્ય કાર્યક્રમો માટે મલ્ટી પર્પઝ હોલ પણ તૈયાર કરવામાં આવશે. આ કોમ્પ્લેક્સ બનવાથી રાણીપ અને આસપાસના વિસ્તારના યુવાનોને તાલીમ અને પ્રેક્ટિસ માટે ઉત્તમ સ્થળ મળી રહેશે. અમદાવાદ મનપા ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરશે.
આ પણ વાંચો : Ahmedabad LG કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને રૂમાલ બાંધીને માર મરાયો


