- આફ્રિકન મુસ્લિમ દેશ નાઈજીરિયાની ઘટના
- ડ્રોન હુમલામાં ડઝનબંધ નાગિરકોના થયા મોત
- આકસ્મિક રીતે સેના દ્વારા કરાયો આસમાની હુમલો
આફ્રિકાના દેશ નાઈજીરિયામાં સેનાની ભૂલને કારણે ધાર્મિક તહેવારો મનાવી રહેલા મુસ્લિમ સમુદાયના અનેક લોકોના મોત થયા છે. આ સંખ્યા ડઝનેકમાં છે. જો સ્થાનિક સૂત્રોના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો આ સંખ્યા 85ની નજીક છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.
એક ભૂલ અનેક લોકોના જીવ ગુમાવવાનું કારણ બની ગઈ. આ ઘટના આફ્રિકન મુસ્લિમ દેશ નાઈજીરિયામાં બની છે. મળતી માહિતી મુજબ, આફ્રિકન દેશ નાઈજીરિયાના એક ગામમાં ભૂલથી સેનાના ડ્રોન હુમલામાં મુસ્લિમ ધાર્મિક તહેવારો મનાવી રહેલા ડઝનબંધ નાગરિકોના મોત થયા છે. આ જાણકારી નાઈજીરિયાના સ્થાનિક અધિકારીઓ અને સેના સાથે જોડાયેલા લોકોએ આપી હતી. ઘટના મુજબ, રવિવારે એટલે કે 3 ડિસેમ્બરના રોજ, ઉત્તર પશ્ચિમ નાઇજીરીયાના એક ગામમાં સેના દ્વારા આકસ્મિક રીતે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
નાઇજિરિયન આર્મીએ ગયા રવિવારે 3 ડિસેમ્બરની રાત્રે કડુના રાજ્યના તુદુન બિરી ગામમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જાહેર કરી ન હતી, પરંતુ અહીંના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટનામાં સ્થાનિક અધિકારીઓએ પણ મૃત્યુની પુષ્ટિ કરી છે. કડુના રાજ્યના ગવર્નર ઉબા સાનીએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને નિશાન બનાવતા લશ્કરી ડ્રોન હુમલા પછી તહેવારની ઉજવણી કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ અકસ્માતે માર્યા ગયા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા.
ધાર્મિક તહેવારોની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
આ સંદર્ભમાં, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના સમાચાર અનુસાર, ગવર્નર ઉબા સાનીએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે, કડુના રાજ્યના ઇગાબી કાઉન્સિલ વિસ્તારમાં મૌલુદની ઉજવણી કરી રહેલા મુસ્લિમ લોકો આકસ્મિક રીતે આતંકવાદીઓ અને ડાકુઓને નિશાન બનાવતા ડ્રોન હુમલાનો ભોગ બન્યા હતા. આમાં ઘણા લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. અધિકારીઓએ માર્યા ગયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી.
85 લોકોના મોતનો દાવો
જો કે આ મામલે ઘણાં મીડિયા અહેવાલો અનુસાર, નાઇજીરીયાના સૈન્ય દેશના ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વમાં આતંકીઓ લશ્કરો સામેની લડાઈમાં ઘણીવાર હવાઈ હુમલાઓ પર આધાર રાખે છે, જ્યાં કટ્ટરવાદી તત્વો સામે 14 વર્ષથી લડાઈ ચાલુ છે. મૃતકોની સંખ્યાનો દાવો કરતા ઈદ્રિસ દહીરુ નામના એક ગ્રામીકે કહ્યું કે નાઈજીરિયાના હવાઈ હુમલામાં માર્યા ગયેલા 85 લોકોને દફનાવવામાં આવ્યા છે. 60થી વધુ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે ગામના રહેવાસી ઈદ્રીસે જણાવ્યું કે જ્યારે પહેલો બોમ્બ પડ્યો ત્યારે હું ઘરમાં હતો. જ્યારે બીજો બોમ્બ છોડવામાં આવ્યો ત્યારે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અમે સ્થળ પર પહોંચ્યા હતા. ઈદ્રીસે કહ્યું કે હુમલામાં તેના જ પરિવારના લગભગ 12 લોકોના મોત થયા છે. સ્થાનિક રાજ્ય સુરક્ષા કમિશનર સેમ્યુઅલ અરુવાને સેનાના અધિકારીઓ અને સમુદાયના નેતાઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ઘાયલોને રાજધાની કડુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સ્થાનિક ગેંગ આતંક મચાવી રહી છે
હકીકતમાં, સ્થાનિક લશ્કરી ગેંગના માણસો આતંક મચાવી રહ્યા છે. તેઓએ લાંબા સમયથી ઉત્તર-પશ્ચિમ નાઈજીરીયાના ભાગોમાં આતંક મચાવ્યો છે. તેમના પર હુમલો કરવા માટે સેનાએ ડ્રોન હુમલો કર્યો હતો, જે આકસ્મિક રીતે તહેવારની ઉજવણી દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો પર પડ્યો હતો અને અકસ્માતનું કારણ બન્યો હતો.


