- 15 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો
- બાળકો જમવા માટે લઈ ગયા ત્યારે હુમલો
- અસામાજીક તત્ત્વોએ લાકડીઓ વડે હુમલો કર્યો
બાળકો પર હુમલો
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ સ્થળ અંબાજી મંદિરના દર્શનાર્થે ગયેલા શાળાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે. અંબાજી દર્શનાર્થે ગયેલા વિદ્યાર્થી બાળકો ઉપર કેટલાક અસામાજીક તત્ત્વોએ હુમલો કર્યો હતો.
15 લોકોના ટોળાએ હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, અંબાજી શક્તિપીઠ ખાતે અંબાજી માતાના દર્શનાર્થે ગયેલા બાળકો પર કેટલાક અસામાજીક તત્ત્વોએ હુમલો કર્યો હતો. અંબાજી દર્શને આવેલ થરાદની સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપર 15 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. થરાદની સરસ્વતી હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓને અંબાજી પ્રવાસ લઈ ગયા હતા તે દરમ્યાન હુમલાની ઘટના બની હતી.
અંબાજી દર્શન કરી પરત ફરતા હુમલો
સરસ્વતી શાળાના શિક્ષકો બાળકોને અંબાજીમાં અંબે માં ના દર્શન કરાવી વિદ્યાર્થીઓને જમાડવા લઇ જતાં હતા તે દરમ્યાન હુમલાની ઘટના બની હતી. કેટલાક અસામાજીક તત્વોએ સ્કુલના બાળકો ઉપર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
હુમલાનું કારણ અકબંધ
શાળાના બાળકોને જમવા માટે લઈ ગયા હતા ત્યારે હુમલાની ઘટના બની હતી જેમાં હુમલાખોરો એક બાળકને ઉપાડીને લઈ ગયા હોવાનો શાળાના શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ શાળાના બાળકો ઉપર સંતાઈને વાર કર્યો હતો. 15 લોકોના ટોળામાં હુમલાખોરોએ આવીને વિદ્યાર્થીઓ ઉપર લાકડી અને ધોકા વડે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ હુમલાની ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. પરંતુ હજી સુધી હુમલાનું કારણ અકબંધ છે.


