- ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપાયા જુગારીઓ
- LCB પોલીસે 29 જુગારીઓને ચાલુ ટ્રકમાંથી ઝડપ્યા
- 84 હજારની રોકડ મળી 17.95 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજ્યમાં નવા નવા કિમીયો સામે આવી રહ્યા છે. જેમાં હવે ઓનલાઈન નહીં પરંતુ ઓન વ્હીલ જુગાર રમવાનો કિમીયો સામે આવ્યો છે. આ વચ્ચે પાટણ જિલ્લામાં જુગાર રમવાનો નવો કિમીયો ચર્ચામાં આવ્યો છે. જેમાં જુગારીઓ ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપાયા છે.
પાટણમાં જિલ્લામાં જુગાર રમવાનો નવો કિમીયો જોવા મળ્યો છે. તમે જુગારીઓને ઘરમાં, હોટલમાં, ખુલ્લામાં તો રમતા જોયા હશે પણ અહીં તો જુગારીઓ પોલીસથી બચવા માટે જુગાર રમવાનો નવો જ કીમિઓ શોધી કાઢ્યો છે. પાટણમાં જુગારીઓ ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપાયા છે.
આ મામલે પાટણની સમી પોલીસ સ્ટેશનની હદમાંથી SOG તેમજ LCB પોલીસે જુગારીઓને ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. LCB-SOG પોલીસે હાઇવે પર નાકાબંધી કરી આ જુગાર ધામ ઝડપ્યું છે. પોલીસે ટ્રકમાંથી કડીનાં 29 જુગારીને ઝડપી પાડ્યા છે. પોલીસે 29 જુગારી પાસેથી 84 હજાર ની રોકડ મળી 17.95 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ સાથે જ પોલીસે વિવિધ મુદ્દે તપાસ હાથધરી છે. તેમજ પોલીસે જુગારીઓના કિમીયાનો પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી જુગારના વિવિધ ઘટના સામે આવી રહી છે. જેમાં આ રીતે ઓન વ્હીલ જુગારની પહેલી જ ઘટના સામે આવતાં પોલીસ દ્વારા પણ આ દિશામાં તપાસ થશે.


