- રૂપિયાની ડિલીવરી કરતી વાનમાંથી ઝડપાયો દારૂ
- વલસાડ LCB પોલીસે 1 લાખથી વધુનો દારૂ ઝડપ્યો
- એક આરોપની ધરપકડ, ચાર વોન્ટેડ છે
વલસાડમાં દારૂની હેરાફેરી માટે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં રૂપિયા ભરવાની વાનમાં દારૂની હેરાફેરી થઇ રહી છે. ત્યારે રૂપિયાની ડીલીવરી કરતી વાનમાંથી દારૂ ઝડપાયો છે. વલસાડ LCB પોલીસે રૂપિયા 1 લાખથી વધુનો દારૂ ઝડપ્યો છે.
મહારાષ્ટ્ર પાર્સિંગની કેશવાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ઉલ્લેખનીય છે કે એક આરોપની ધરપકડ થઇ છે. તેમજ ચાર આરોપી વોન્ટેડ છે. મહારાષ્ટ્ર પાર્સિંગની કેશવાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. વલસાડમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોની અજીબ તરકીબ સામે આવી છે. જેમાં રૂપિયા ભરવાની વાનમાં દારૂ ભર્યો છે. રૂપિયાની ડિલીવરી કરતી કેશવનમાંથી લાખોનો દારૂ મળ્યો છે. જેમાં વલસાડ એલસીબી પોલીસે કેશવેનમાંથી એક લાખથી વધુનો દારૂ ઝડપ્યો છે.
આ કાર્યવાહીમાં એક આરોપીની પણ ધરપકડ કરી
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. અત્યાર સુધી એમ્બ્યુલન્સમાં શાકભાજી, વાહનોમાં બનાવેલા ચોરખાના અને વિવિધ સામાનની આડમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ આ વખતે વલસાડના પારડીમાં એલ.સી.બી પોલીસે રોકડા રૂપિયાની ડિલિવરી કરતી કેશવાનમાં રૂપિયાને બદલે લાખોનો દારૂ ભરેલો ઝડપી પાડયો છે. એલ.સી.ની આ કાર્યવાહીમાં એક આરોપીની પણ ધરપકડ કરી છે.
કેશવાનમાં રૂપિયાને બદલે મોટી માત્રામાં દારૂ ભરેલો હતો
બનાવની વિગત મુજબ વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગની એક રૂપિયા ભરવાની કેશવાન ત્યાંથી પસાર થઈ રહી હતી. કેશવાનમાં પાછળ લોક લગાવેલું હતું. જોકે પોલીસને શંકા જતા પોલીસે આ કેશવાનને થોભાવી તાળું ખોલી અંદર તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી. કારણ કે, રૂપિયાની ડિલિવરી કરતી આ કેશવાનમાં રૂપિયાને બદલે મોટી માત્રામાં દારૂ ભરેલો હતો. આથી પોલીસે આ કેશવાન અને લાખોના દારૂ સાથે કેશવાનના ચાલક શૈતાન રામ બિશ્નોઈની ધરપકડ કરી ગણતરી કરતાં અંદરથી એક લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


