- 40,801 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી કરી મુસાફરી
- 23 કલાકમાં 359 શિડ્યુલ, નોન શિડયુલ ફલાઇટનું સંચાલન
- 33642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરો
અમદાવાદમાં રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. જેના માટે મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ લોકોની અવરજવરથી ટ્રાફિકજામ રહ્યું છે. વર્લ્ડકપની ફાઈનલના દિવસે અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ લોકોએ મુસાફરી કરી છે.
આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના SVPI એરપોર્ટ પર એક જ દિવસમાં 40,801 મુસાફરોની મુસાફરીનો નવો રેકોર્ડ સ્થપાયો છે. માત્ર 23 કલાકમાં 40,801 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પરથી કરી મુસાફરી છે. તેમજ માત્ર 23 કલાકમાં 359 શિડ્યુલ અને નોન શિડયુલ ફલાઇટનું SVPI એરપોર્ટ પર સંચાલન કરવામાં આવ્યું છે.
એરપોર્ટ ટ્રાફિક મૂવમેન્ટસ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, 19 નવેમ્બરે 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 નોન-શિડ્યુલ્ડ ફલાઈટના એર ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નો રેકોર્ડ સર્જાયો છે. આ સાથે જ 40,801 મુસાફરોમાં 33642 સ્થાનિક અને 7159 આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, આ રેકોર્ડ ભારતીય વાયુસેનાના એર શોને લઈને 45 મિનિટથી વધુ સમય એર સ્પેસ બંધ રહેવા છતાં પણ સર્જાયો હતો. જોકે SVPI એરપોર્ટ ના વિસ્તરણ બાદ વધુ ફલાઇટોના સંચાલન માટે સરળતા વધી છે. તેમજ મુસાફરો સરળતાથી અવરજવર કરી શકે છે.
અગાઉ 18 નવેમ્બરે SVPI એરપોર્ટ પર બીજી સૌથી વધુ મુસાફરોની અવર જવર જોવા મળી હતી. જ્યારે એરપોર્ટે પર 273 ફ્લાઇટ મૂવમેન્ટમાં 38723 મુસાફરોએ મુસાફરી કરી હતી. તો 19 ફેબ્રુઆરીના રોજ 268 ફ્લાઇટ શિડયુલ સાથે 37,793 મુસાફરોનીત્રીજી સૌથી વધુ મુવમેન્ટ જોવા મળી હતી.


