- કેશવ કુમાર કેડીલા કંપનીમા કાયદાકીય સલાહકાર
- કેશવ કુમારે પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા
- કેશવ કુમારે તમામ આક્ષેપો ખોટા હોવાનુ રટણ કર્યુ
બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા આક્ષેપ મામલે મોટો ખુલાસો થયો છે,તો બીજી તરફ પિડીતાએ મહિલા ACP હિમાલા જોષીને અરજી ન લેવા માટે અને તપાસ રફેદફે કરવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા.તો કેશવ કુમારે આ તમામ આક્ષેપો ખોટા હોવાનુ રટણ કર્યુ છે.
મામલો પતવાની જગ્યાએ વધ્યો
કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં મોટો વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામેના કેસમાં રિટાયર્ડ DG કેશવ કુમાર CP ઓફિસમાં હાજર થયા છે. રિટાયર્ડ DGએ કેસ રફેદફે કરવા ભૂમિકા ભજવ્યાનો પીડિતાનો આક્ષેપ છે. નિવૃત્ત IPS અધિકારી નિવેદન નોંધાવા કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ કેસમાં નવુ નામ આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી છે.બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત IPS અધિકારીએ ભલામણ કરી હતી. આ નિવૃત્ત IPS અધિકારી છે કેશવ કુમાર. નિવૃત્ત DG કેશવ કુમારે મહિલા ACPને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. રિટાયર્ડ DGP કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા છે. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાની એફિડેવિટમાં કર્યો હતો.
કોણ છે કેશવકુમાર
કેશવ કુમાર ACBમાંથી DGP તરીકે નિવૃત થયા છે. નિવૃત્ત થયા પછી કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા હતા. ત્યારે નિવૃત્ત IPS અધિકારી પોતાનું નિવેદન નોંધાવા કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા,પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી. પરંતું બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું કે, કેસ હજી પૂરો થયો નથી. ત્યારે ગત રોજ બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસ ખાતે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
ACP રજા પર
તો બીજી તરફ, બલ્ગેરિયન યુવતીની ફરિયાદ ન નોંધતા મહિલા ACP હિમાલી જોશી પર પણ ખાતાકીય તપાસ ચાલી રહી છે. ખાતાકીય તપાસને લઈને બલ્ગેરિયન યુવતીએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જોકે, હાલ ACP હીમાલા જોશી લાંબી રજા પર છે, તે રજા પરથી હજી પરત નથી આવ્યા.


