- IT,EDની રેડમાં ફસાવવાની ધમકી આપી માગી ખંડણી
- જયેશ ઠક્કર નામના વ્યક્તિએ આપી રેડમાં ફસાવવાની ધમકી
- ફરિયાદીના દીકરો દુબઇમાં ગેરકાયદે ધંધો કરતો હોવાની વાત
અમદાવાદમાં વ્યક્તિને રૂપિયા 30 લાખની ખંડણી માગી ધમકી આપવામાં આવી છે. જેમાં IT,EDની રેડમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગી છે. તેમાં જયેશ ઠક્કર નામના વ્યક્તિએ રેડમાં ફસાવવાની ધમકી આપી છે. ફરિયાદીના દીકરો દુબઇમાં ગેરકાયદે ધંધો કરતો હોવાની વાત પણ કહેવામાં આવી છે.
ફરિયાદીના દીકરાને 6 જેટલા નંબરથી ધમકી મળી
ફરિયાદીના દીકરાને 6 જેટલા નંબરથી ધમકી મળી ચુકી હતી. તેમાં ઇસનપુર પોલીસે ધમકી આપનારની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ઈન્ક્મટેક્સ અને ઈડીની રેડમાં ફસાવવાની ધમકી આપી છે. જયેશ ઠક્કર નામના વ્યક્તિએ રેડમાં ફસાવવાની ધમકી આપી છે. તેમાં ઈડી અને ઈન્ક્મટેક્સની રેડથી બચવું હોય તો રૂપિયા 30 લાખ આપવા પડશે. જો રૂપિયા નહિ આપવામાં આવે તો 48 કલાકમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.
ફરિયાદીના દીકરો દુબઇ ખાતે ગેરકાયદેસર ધંધો કરતો હોવાની વાત કહી
ફરિયાદીના દીકરો દુબઇ ખાતે ગેરકાયદેસર ધંધો કરતો હોવાની વાત કહી છે. તથા ફરિયાદીએ તેના દીકરા ખંજનને વાત કરતા તેને પણ જયેશ નામના વ્યક્તિએ ફોન પર ધમકી આપી હતી. દુબઇ ખાતે રહેલા ખંજનને 6 જેટલા મોબાઈલ નંબરથી ધમકી મળી ચુકી હતી. ત્યારે ઇસનપુર પોલીસે ધમકી આપવા આવેલા વ્યક્તિના એક્ટિવાના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.


