- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા બઘેલની મુશ્કેલીઓ વધી
- EDને મળ્યો 29 સેકન્ડનો રેકોર્ડેડ ઓડિયો મેસેજ
- રેકોર્ડેડ ઓડિયો મેસેજમાં સીએમ ભૂપેશ બઘેલનો ઉલ્લેખ
છટતીગઢમાં મંગળવારે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થવા થઈ રહ્યું છે. પરંતુ ચૂંટણી પહેલા મહાદેવ બેટિંગ એપનો કેસ વધુને વધુ રાજકીય રંગ પકડતો જઈ રહ્યો છે. આ એપ EDના રડારમાં છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે EDને એક એવો ઇલેક્ટ્રોનિક પુરાવો મળ્યો છે, જેનાથી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી શકે છે.
રેકોર્ડેડ ઓડિયો મેસેજથી ખળભળાટ
આ કેસમાં ધરપકડ કરાયેલા એજન્ટ અસીમ દાસના iPhone 12માંથી 29 સેકન્ડનો રેકોર્ડેડ ઓડિયો મેસેજ મળ્યો છે. આ મેસેજ દુબઈમાં બેઠેલા શુભમ સોનીએ અસીમને મોકલ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈલેક્ટ્રોનિક પુરાવા બઘેલ માટે મુશ્કેલી વધારી શકે છે.
આ રેકોર્ડેડ ઓડિયો મેસેજમાં શુભમ સોની અસીમને કહી રહ્યો છે કે ભાઈ એક કામ કર, અત્યારે જ ભારત છોડી દે. મને પૈસાની માંગણી કરતા ભયંકર કોલ અને મેસેજ આવી રહ્યા છે. તો એક કામ કર અને અહીંથી નિકળ. હું તને રાયપુર બ્રાન્ચમાંથી 8/10 કરોડ રૂપિયા અપાવી રહ્યો છું, તો તું તેને ત્યાંથી છોડાવી દેજે, બઘેલજી પાસે.
ઓડિયો મેસેજમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે એકવાર વાત પણ કરી લેજે જેથી કામ બંધ ન થાય અને બાકીનું કામ હું આગામી સમયમાં કરાવી લઈશ… અત્યારે ચૂંટણીનો સમય છે, તેથી તે શક્ય નથી.
ભૂપેશ બઘેલે તેના પર પ્રતિક્રિયા આપતા પલટવાર કરતાં કહ્યું છે કે ED જ ભાજપ છે અને ભાજપ જ ED છે.
ક્યારે ચર્ચામાં આવ્યો મહાદેવ બેટિંગ એપ કેસ?
મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે EDએ દાવો કર્યો હતો જેમાં તેણે એક ‘કેશ કુરિયર’નું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યો હતો, જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને UAE સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા મળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાન, મહાદેવ બેટિંગ એપના માલિક હાલ કસ્ટડીમાં છે, તેમની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
કેશ કુરિયરે ખોલ્યા ચોંકાવનારા રહસ્યો
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દાવો કર્યો હતો કે ફોરેન્સિક તપાસ અને કેશ કુરિયર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. એવો આરોપ છે કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ સીએમ ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જોકે, આ હજુ તપાસનો વિષય છે. સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે આનાથી મોટી મજાક શું હોઈ શકે. જો હું કોઈની ધરપકડ કરાવું અને પીએમનું નામ બોલાવી દઉં તો તમે પીએમની પૂછપરછ કરશો? કોઈનું નામ ઉછાળવું ખૂબ જ સરળ છે.