- ટાયર ફાટતા ગાડી ડિવાઇડર પર ચઢીને પલટી
- અકસ્માતમાં 2ના મોત, 10થી વધુ લોકો ઘાયલ
- અંધારીયા અને મુમનવાસ ગામ વચ્ચે અકસ્માત થયો
પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતમાં 2ના મોત થયા છે. જેમાં ટાયર ફાટતા ગાડી ડિવાઇડર પર ચઢીને પલટી ગઇ હતી. ત્યારે અકસ્માતમાં 2ના મોત થયા છે તથા 10થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત સમયે પીકઅપ વાનમાં ખીચોખીચ શ્રમિકો ભર્યા હતા.
અંધારીયા અને મુમનવાસ ગામ વચ્ચે અકસ્માત થયો
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં અંધારીયા અને મુમનવાસ ગામ વચ્ચે અકસ્માત થયો હતો. પાલનપુર અંબાજી હાઈવે પર અંધારીયા પાસે અકસ્માત 2ના મોત થતા ચકચાર મચી છે. જેમાં પીકપ ડાલાનું ટાયર ફાટતાં ડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ પીકઅપ ડાલુ આવતું હતુ. જેમાં ઘાયલોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
અકસ્માત થતા બે 108 ગાડી દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા
અકસ્માત થતા બે 108 ગાડી દ્વારા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેમાં ઘાયલોને જલોત્રા અને પાલનપુર હોસ્પિટલ ખાતે લઈ જઇ સારવાર આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢળાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે.


